iPhone 16 Series:  એપલની લેટેસ્ટ iPhone સિરીઝ આઈફોન 16 (iPhone 16) સિરીઝનું પહેલું વેચાણ આજથી ભારતમાં શરૂ થઈ રહ્યું છે. આ શ્રેણીમાં ચાર મોડલ શામેલ છે: iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro અને iPhone 16 Pro Max. આ વેચાણ Appleના સત્તાવાર સ્ટોર્સ, ઓનલાઈન પ્લેટફોર્મ અને અન્ય અધિકૃત રિટેલર્સ પર ઉપલબ્ધ છે.


આ પ્રથમ વખત છે જ્યારે કંપની પાછલા વર્ઝન કરતાં ઓછી કિંમતે iPhone Pro સિરીઝનું વેચાણ કરી રહી છે, જેનું મુખ્ય કારણ તાજેતરના બજેટમાં આયાત ડ્યૂટીમાં કરાયેલા કાપને કારણે છે. કંપનીએ નિવેદનમાં જણાવ્યું છે કે, iPhone 16 Proની શરૂઆતી કિંમત 1,19,900 રૂપિયા છે અને iPhone 16 Pro Maxની શરૂઆતની કિંમત 1,44,900 રૂપિયા છે.


મુંબઈ સ્થિત Apple BKC અને દિલ્હી સ્થિત Apple Saket ના ઑફલાઇન સ્ટોર્સ પરથી ગ્રાહકો આજે Appleના આ નવા મૉડલ ખરીદી શકે છે. આ ઉપરાંત, તેઓ કેટલાક પસંદગીના થર્ડ પાર્ટી રિટેલર્સ દ્વારા પણ ખરીદી શકાય છે. એપલ ઈન્ડિયાની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા તમે આજે એપલનો નવો આઈફોન પણ ખરીદી શકો છો.


મોડેલ અને કિંમત
iPhone 16 ની પ્રારંભિક કિંમત ₹79,900 છે, જે 128GB સ્ટોરેજ સાથે આવે છે. આ ઉપરાંત, 256GB અને 512GB વેરિયન્ટ્સ પણ ઉપલબ્ધ છે, જેની કિંમત અનુક્રમે ₹89,900 અને ₹1,09,900 છે. iPhone 16 Plus ની કિંમત ₹89,900 થી શરૂ થાય છે, અને તેના 256GB અને 512GB વેરિઅન્ટની કિંમત અનુક્રમે ₹99,900 અને ₹1,19,900 છે.


iPhone 16 Pro ની કિંમત ₹1,19,900 થી શરૂ થાય છે, અને તે 128GB, 256GB, 512GB અને 1TB વેરિયન્ટમાં ઉપલબ્ધ છે, જેની કિંમત અનુક્રમે ₹1,29,900, ₹1,49,900 અને ₹1,69,900 છે. iPhone 16 Pro Max ની કિંમત ₹1,44,900 થી શરૂ થાય છે, અને તેના 512GB અને 1TB વેરિઅન્ટની કિંમત અનુક્રમે ₹1,64,900 અને ₹1,84,900 છે.


ફોનની મુખ્ય વિશિષ્ટતાઓ
iPhone 16 અને iPhone 16 Plusમાં 6.1-inch અને 6.7-inch ડિસ્પ્લે છે, જે 2000 nits ની મહત્તમ બ્રાઈટનેસ અને 1 nits ની ન્યૂનતમ બ્રાઈટનેસ ઓફર કરે છે. આ મોડલ્સમાં 48MP મુખ્ય સેન્સર અને 12MP અલ્ટ્રાવાઇડ લેન્સનો સમાવેશ થાય છે, જે મેક્રો ફોટોગ્રાફીને સપોર્ટ કરે છે.


iPhone 16 Pro અને iPhone 16 Pro Max અનુક્રમે 6.3-ઇંચ અને 6.9-ઇંચ ડિસ્પ્લે ધરાવે છે અને ટાઇટેનિયમ નિર્માણ સાથે આવે છે. આ મૉડલમાં નવા કૅમેરા કંટ્રોલ બટનનો સમાવેશ થાય છે, જે રિંગ/સાઇલન્ટ સ્વીચને બદલે છે અને કૅમેરાની ઝડપી ઍક્સેસ પ્રદાન કરે છે.


ડિસ્પ્લે અને બેટરી
iPhone 16 સિરીઝ A18 ચિપસેટ દ્વારા સંચાલિત છે, જે A16 કરતાં 30% વધુ સારું પ્રદર્શન આપે છે. આ ચિપસેટ એપલ ઇન્ટેલિજન્સ સુવિધાઓને સપોર્ટ કરે છે જેમ કે રાઈટિંગ ટૂલ્સ અને ક્લીન અપ, જે અગાઉ ફક્ત પ્રો મોડલ્સમાં ઉપલબ્ધ હતા.


ઑફર્સ અને ડિસ્કાઉન્ટ
iPhone 16 ખરીદનારા વપરાશકર્તાઓને પસંદગીના બેંક કાર્ડ દ્વારા ચુકવણી પર રૂ. 5000 નું ડિસ્કાઉન્ટ મળશે. આ સિવાય યુઝર્સ ઓફિશિયલ વેબસાઈટ પર જૂના ડિવાઈસને એક્સચેન્જ કરીને 67,500 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર પણ મેળવી શકે છે. ગ્રાહકો નો કોસ્ટ EMI દ્વારા પણ ફોન ખરીદી શકે છે.


આ સિવાય Apple નવો iPhone ખરીદવા પર 3 મહિના માટે Apple Musicનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ આપી રહ્યું છે. આઈફોન સિરીઝનો આ નવો ફોન ખરીદવા પર લોકોને 3 મહિના માટે Apple TV+ અને Apple Arcadeનો ફ્રી એક્સેસ પણ મળશે. નવી આઈફોન સીરીઝના અન્ય મોડલ્સમાં લગભગ આવી જ ઓફર આપવામાં આવી રહી છે.


આ પણ વાંચો...


આજે ગૂગલ બંધ કરી દેશે લાખો યુઝર્સના Gmail એકાઉન્ટ, તરત જ કરી લો આ કામ