ટેલિકોમ ઓપરેટર્સ Jio અને Airtelએ તેમની 5G સેવાઓ શરૂ કરી છે. જો કે, 5G સેવા શરૂ થયા પછી પણ કંપનીઓએ તેમની સેવાઓની કિંમતોમાં વધારો કર્યો નથી. એરટેલ વિશે વાત કરીએ તો કંપનીએ તેના ન્યૂનતમ રિચાર્જ પ્લાનની કિંમતમાં વધારો કર્યો હતો, પરંતુ સમગ્ર લાઇન-અપમાં કોઈ ફેરફાર કર્યો નથી. નેમાંથી કોઈએ પણ રિચાર્જ પ્લાનની કિંમતો વધારવા અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કંપનીઓ તેમની સેવાઓ 5 થી 10 ટકા મોંઘી કરી શકે છે. તેનું મુખ્ય કારણ 5G સેવાનું રોલઆઉટ છે.


ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, Jio અને Airtel 5G કનેક્ટિવિટી માટે અલગ-અલગ પ્લાન પર વિચાર કરી રહ્યાં છે. આ પ્લાનની કિંમત નિયમિત 4G રિચાર્જ પ્લાન કરતાં 5 થી 10 ટકા વધુ હશે. Jio અને Airtel 2024 ના બીજા ભાગમાં તેમના 5G પ્લાન લોન્ચ કરી શકે છે.


કંપનીઓ રિચાર્જ પ્લાનની કિંમતમાં વધારો કરીને તેમના ARPU (વપરાશકર્તા દીઠ સરેરાશ આવક) વધારવા માંગે છે, જેથી રોકાણને પુનઃપ્રાપ્ત કરી શકાય. આ સિવાય કંપનીઓ સ્ટાન્ડર્ડ 4G પ્લાન કરતાં 30 ટકા વધુ ડેટા આપશે. સામાન્ય રીતે કંપની 1.5GB અને 3GB દૈનિક ડેટા સાથે પ્લાન ઓફર કરે છે.


યુઝર્સને 5G સર્વિસ પર વધુ ડેટા મળવાથી તેમનો ડેટા વપરાશ ચોક્કસપણે વધશે. કંપની હાલના 4G પ્લાનની કિંમત પણ વધારી શકે છે.તમને જણાવી દઈએ કે ભારતમાં 5G નેટવર્ક રોલઆઉટ વિશ્વના કોઈપણ દેશ કરતા વધુ ઝડપથી થયું છે. અહીં કંપનીઓએ એક વર્ષમાં 10 કરોડ યુઝર્સ ઉમેર્યા છે.


તમને જણાવી દઈએ કે ભારતમાં 5G નેટવર્ક રોલઆઉટ વિશ્વના કોઈપણ દેશ કરતા વધુ ઝડપથી થયું છે. અહીં કંપનીઓએ એક વર્ષમાં 10 કરોડ યુઝર્સ ઉમેર્યા છે. જો કે, બંને ટેલિકોમ ઓપરેટરોએ હજુ સુધી આ સેવાનું મોનેટાઈઝ નથી કરી. બંને કોમ્પલિમેન્ટ્રી સર્વિસ ઓફર કરી રહ્યાં છે. એટલે કે, નવા પ્લાન પછી તમારે 5G ડેટા માટે પૈસા ખર્ચવા પડશે. હાલમાં યુઝર્સને અનલિમિટેડ 5G ડેટા ફ્રીમાં મળી રહ્યો છે. જિયો અને એરટેલના રિચાર્જ પ્લાન યૂઝર્સમાં ખૂબ જ લોકપ્રિય રહે છે. જિયોના પ્લાન ખૂબ જ સસ્તા હોવાના કારણે તેના રિચાર્જ પ્લાનને યૂઝર્સ ખૂબ જ પસંદ કરે છે.