નવી દિલ્હીઃ ફેસ્ટિવ સિઝનમાં પોતાના સેલથી માર્કેટમાં ધમાલ મચાવનારી ચીની કંપની શ્યાઓમી પોતાની પૉપ્યૂલર રેડમી 9 સીરીઝને આગળ વધારવા જઇ રહી છે. કંપની સીરીઝમાં ત્રણ વધુ નવા સ્માર્ટફોન લૉન્ચ કરશે, જેમાં એક મૉડલ 108 મેગાપિક્સલના શાનદાર કેમેરા સેન્સરની સાથે માર્કેટમાં આવશે.


તાજેતરમાં જ રિપોર્ટ સામે આવ્યા હતા કે હવે રેડમી નોટ 10 સીરીઝના ફોન માર્કેટમાં લાવવામાં આવશે, પરંતુ તાજા રિપોર્ટ પ્રમાણે કંપની પોતાના રેડમી 9 સીરીઝનો જ વિસ્તાર કરશે.

શાનદાર હશે કેમેરા ફિચર્સ
રિપોર્ટનુ માનીએ તો રેડમી 9 સીરીઝ અંતર્ગત લૉન્ચ થઇ રહેલા ત્રણે સ્માર્ટફોનમાંથી એક ફોનમા 108 એમપીનો કેમેરો આપવામાં આવશે, જે સેમસંગના ISOCELL HM2 સેન્સર વાળો હશે. શ્યાઓમીએ Mi બ્રાન્ડના Mi10માં 108 મેગાપિક્સલ કેમેરા સેટઅપ આપ્યો છે, પરંતુ રેડમીમાં હજુ સુધી આટલો દમદાર કેમેરો પહેલીવાર આપવામાં આવી રહ્યો છે.

આ મહિને થઇ શકે છે લૉન્ચ
માનવામાં આવી રહ્યું છે કે નવેમ્બરના ત્રીજા કે ચોથા અઠવાડિયામાં રેડમી નૉટ 9 સીરીઝના ત્રણ સ્માર્ટફોન માર્કેટમાં એન્ટ્રી કરી શકે છે. રેડમી નોટ 9 સીરીઝનો 108 મેગાપિક્સલનો કેમેરા વાળા ફોનની કિંમત સૌથી ઓછી હશે, જેમાં દમદાર કેમેરો આપવામાં આવ્યો છે.