નવી દિલ્હીઃ સ્માર્ટફોન માર્કેટમાં ફરી એકવાર આઇટી કંપની માઇક્રોસૉફ્ટની એન્ટ્રી થવા જઇ રહી છે. કંપની ફરી એકવાર સ્માર્ટફોન બિઝનેસમાં ઉતરી રહી છે. કંપનીએ બુધવારે ડ્યૂલ સ્ક્રિન એન્ડ્રોઇડ ફોન surface duo ને માર્કેટમાં ઉતાર્યો, આ ફોનની કિંમત 1399 ડૉલર એટલે કે 1.4 લાખ રૂપિયા સુધી બતાવવામાં આવી રહી છે. આની ડિલીવરી આગામી મહિનાથી શરૂ કરવામાં આવશે.


માઇક્રોસૉફ્ટે surface duo સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે, તે દમદાર ફોન માનવામાં આવી રહ્યો છે. કંપનીએ આને પારંપરિક સ્માર્ટફોનની સરખામણીમાં યૂઝફૂલ ડિવાઇસ તરીકે લૉન્ચ કરી રહી છે. જોકે વધુ કિંમત વાળા આ ફોનને એવા સમયે લૉન્ચ કરવામાં આવ્યો જ્યારે આખી દુનિયા મંદીની ઝપેટમાં છે. કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) સત્યા નડેલાએ આને લૉન્ચ કરતી વખતે મલ્ટીટાસ્કિંગનુ પ્રદર્શન કર્યુ, તે એક સ્ક્રીન પર કંઇક લખતા દેખાયા હતા, જ્યારે બીજી સ્ક્રીન પર તે અમેઝોનની કિંડલ એપ પ કોઇ પુસ્તક વાંચી રહ્યાં હતા.



Microsoft કંપનીનો આ surface duo સ્માર્ટફોન 5.6 ઇંચની ડિસ્પ્લે સાથેનો છે. આ ડિવાઇસની બન્ને સ્ક્રીન કોઇ બુકની જેમ ખુલે છે. બન્ને સ્ક્રીનને ખોલ્યા બાદ આ ફોન 4.8 મિલીમીટર પાતળો થઇ જાય છે. કંપનીનો દાવો છે કે, આ અત્યારે માર્કેટનો સૌથી પાતળો સ્માર્ટફોન છે.