Akai webOS Smart TV Launch: Akai webOS સ્માર્ટ ટીવીની નવી રેન્જ ભારતમાં લૉન્ચ થઇ ચૂકી છે. Akai webOS સ્માર્ટ ટીવીને 32 ઇંચથી લઇને 55 ઇંચ સુધીની સાઇઝમાં લૉન્ચ કરવામાં આવ્યુ છે. આ ટીવીની રેન્જમાં એચડીથી લઇને અલ્ટ્રા એચડી એટલે કે 4કે ટીવી અવેલેબલ છે. આ ટીવીની ખાસ વાત એ છે કે આમાં LGની webOS ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. આ તમામ ટીવીને Akai ઇન્ડિયાની બ્રાન્ડિંગ અંતર્ગત માર્કેટમાં લૉન્ચ કરવામાં આવ્યુ છે. Akai webOSની સાથે તમામ Netflix, Amazon Prime Video, Apple TV અને Disney+ Hotstarનો સપોર્ટ આપવામાં આવી રહ્યો છે. Akai ના આ ટીવીની ટક્કર Redmi, Thomson અને Vu જેવી બ્રાન્ડની સાથે થશે. જાણો આ સ્માર્ટ ટીવી વિશે ડિટેલ્સમાં........ 


Akai India webOSના Specifications - 


Akai webOSની 43 ઇંચ, 50 ઇંચ અને 55 ઇંચ વાળી આ ટીવીની સાથે અલ્ટ્રા એચડી (3840x2160 પિક્સલ) LED સ્ક્રીન આપવામાં આવી છે. 
વળી, આના 32 ઇંચ વાળા વેરિએન્ટની સાથે એચડી સ્ક્રીન મળશે. 
Akai webOSghની સાથે HDR10 અને HLG ફૉર્મેટનો સપોર્ટ પણ આપવામાં આવશે.
Akai webOS ટીવીની ઓએસને એલજીની સાથે ડિઝાઇન થઇ છે. ટીવીની સાથે Netflix, Amazon Prime Video, Disney+ Hotstar અને Apple TV ઉપરાંત Akai TVનો સપોર્ટ આપવામાં આવી રહ્યો છે. 
Akai webOS ટીવીની સાથે એક મેજિક રિમૉટ પણ આપવામાં આવશે.
Akai webOS ટીવીની સાથે અમેઝૉન એલેક્સાનો પણ સપોર્ટ છે. 
Akaiના આ તમામ ટીવીમાં Dolby ઓડિયોની સાથે ડ્યૂલ બેન્ડ વાઇફાઇ, સ્ક્રીન મિરરિંગ, બ્લૂટૂથ 5 નો સપોર્ટ આપવામાં આવ્યો છે. 
આ ઉપરાંત, Akaiના આ તમામ ટીવીમાં 1.5 જીબી રેમની સાથે 8 જીબીનુ સ્ટૉરેજ છે. 


Akai India webOS ની કિંમત - 


Akai webOSના 55 ઇંચ વાળા વેરિએન્ટની કિંમત 39,990 રૂપિયા છે. આની સાથે જ 32 ઇંચ, 43 ઇંચ અને 50 ઇંચ વાળા વેરિએન્ટની કિંમત વિશે કંપનીએ હજુ સુધી કોઇ ખુલાસો નથી કર્યો. ટીવીની સાથે 3,999 રૂપિયાની ઇએમઆઇની સુવિધા પણ આપવામાં આવી રહી છે.