Smartphone: જૂના સ્માર્ટફોન ધીમા થઈ જાય તે સામાન્ય વાત છે. ક્યારેક ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ (Operating system update) ન થવાને કારણે ફોનની સ્પીડ ધીમી પડી જાય છે અથવા ક્યારેક સ્ટોરેજ ભરાઈ જવાને કારણે પણ આવી સમસ્યા થાય છે. ધીમા ફોનનો ઉપયોગ કરવો ખૂબ જ મુશ્કેલીભર્યું કાર્ય લાગે છે, અને આંગળીના ટેરવે કરી શકાય તેવું કામ લંબાય જાય છે. આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમારો જૂનો ફોન પણ સુપરફાસ્ટ ચાલવા લાગશે.

Continues below advertisement

રિસ્ટાર્ટ તકો

ધીમા ફોનની સ્પીડ વધારવાનો સૌથી સહેલો રસ્તો તેને રીસ્ટાર્ટ કરવાનો છે. ખરેખર, ફોન રીસ્ટાર્ટ કરવાથી મેમરી સાફ થઈ જાય છે અને બેકગ્રાઉન્ડમાં ચાલતી બધી એપ્સ અને પ્રક્રિયાઓ બંધ થઈ જાય છે. આ સાથે ફોન થોડા સમય માટે ઝડપથી કામ કરવાનું શરૂ કરે છે.

Continues below advertisement

બિનજરૂરી એપ્લિકેશનો દૂર કરો

જો તમારો ફોન ધીમો છે, તો તેનું એક કારણ તેમાં ઘણી બધી એપ્સની હાજરી હોઈ શકે છે. આવી સ્થિતિમાં, તમે જે એપ્સનો ઉપયોગ નથી કરતા તે ડિલીટ કરી શકો છો. આમ કરવાથી, ફોનનો સ્ટોરેજ પણ ખાલી થઈ જશે અને આ એપ્સ બેકગ્રાઉન્ડમાં ચાલતી વખતે પ્રોસેસિંગ પાવરને અસર કરશે નહીં. ફોનને ઝડપી બનાવવાની આ બીજી રીત છે.

એપ્સ અપડેટ કરો

બિનજરૂરી એપ્સ દૂર કર્યા પછી, તમારા ફોનમાં ફક્ત તે જ એપ્સ બાકી રહે છે જેની તમને નિયમિત જરૂર હોય છે. હવે આ બધી એપ્સ અપડેટ કરો. અપડેટ કરવાથી, એપ્સમાં રહેલી એરર દૂર થાય છે અને તેનો ઉપયોગ કરવાનો અનુભવ પણ સુધરે છે.

સ્ટોરેજ ખાલી રાખો

સ્ટોરેજ ભરાઈ જવાથી ફોનની સ્પીડ પર પણ અસર પડે છે. તમારા ફોનના દરેક ફોલ્ડરમાં જાઓ અને તમને જરૂર ન હોય તેવી કોઈપણ ફાઇલો, ફોટા અથવા વિડિયોઝ કાઢી નાખો. ધ્યાનમાં રાખો કે આ સમય દરમિયાન કોઈ મહત્વપૂર્ણ ફાઇલો, ફોટા અથવા સ્ક્રીનશોટ ડિલીટ ન થાય. તમે કેશ ક્લિયર કરીને પણ તમારા ફોનની સ્પીડ વધારી શકો છો.

આ પણ વાંચો....

Health Tips: ઠંડા પાણીમાં તરવાથી નહીં પડો બીમાર, વધશે રોગપ્રતિકારક શક્તિ, જાણો શું કહે છે વિજ્ઞાન