નવી દિલ્હીઃ સ્માર્ટફોન કંપની વનપ્લસે પોતાના પ્રીમિયમ સ્માર્ટફોન વનપ્લસ 7ટી પ્રૉની કિંમતમાં જોરદાર ઘટાડો કરી દીધો છે. કંપનીએ એકવાર ફરીથી કિંમતમાં કાપ મુકતા કિંમત 6000 રૂપિયા સુધી ઘટાડી દીધી છે. હવે આ ફોન અમેઝોન પરથી 47999 રૂપિયામાં ખરીદી શકાય છે, જે પહેલા 53999 રૂપિયાની કિંમતનો હતો. કંપની તરફથી આ છૂટ 8GB રેમ અને 256GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટ પર આપવામાં આવી રહી છે.
શું મળી રહી છે ઓફર....
વનપ્લસ 7ટી પ્રૉ પર 6000 રૂપિયાના ડિસ્કાઉન્ટ ઉપરાંત આના પર બીજી કેટલીક ઓફર પણ મળી રહી છે. આ ફોનને ICICI બેન્કના ક્રેડિટ/ડેબિટ કાર્ડ ઇએમઆઇ ટ્રાન્ઝેક્શન પર ત્રણ હજારનુ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે. એટલુ જ નહીં ફોનને એક્સચેન્જ ઓફર અંતર્ગત ખરીદવા પર 12,100 રૂપિયા સુધીનો ફાયદો મળી શકે છે.
સાથે સાથે કંપની તે પ્રાઇમ મેમ્બરોને પણ 5 ટકા છૂટ આપી રહી છે, જે અમેઝોન પે, આઇસીઆઇસીઆઇ બેન્ક ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરે છે. નૉન પ્રાઇમ મેમ્બર્સ માટે કંપની ત્રણ ટકા સુધીની છૂટ આપી રહી છે.
વનપ્લસ 7ટી પ્રૉ સ્માર્ટફોન ફોટોગ્રાફી માટે બેસ્ટ છે, આમાં રિયરમાં ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, સાથે અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ પણ છે.
આ દમદાર એન્ડ્રોઇડ ફોનની કિંમતમાં કંપનીએ એક ઝાટકે કરી દીધો 6000 રૂપિયાનો ઘટાડો, હાલ ખરીદશો તો શું થશે ફાયદો, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Sep 2020 11:57 AM (IST)
વનપ્લસ 7ટી પ્રૉ સ્માર્ટફોન ફોટોગ્રાફી માટે બેસ્ટ છે, આમાં રિયરમાં ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે, સાથે અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ પણ છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -