નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર કંપની વનપ્લસ હવે બહુ જલ્દી એક જબરદસ સ્માર્ટફોન લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીનો આ ફોન મિડરેન્જ સેગમેન્ટનો હશે. ખાસ વાત છે કે, કંપનીએ 30 હજાર રૂપિયાની રેન્જમાં વનપ્લસ નોર્ડને માર્કેટમાં ઉતાર્યો છે, ત્યારે કંપનીએ એક સસ્તો ફોન પણ લાવી રહી છે. જે 20 હજારથી ઓછી કિંમતનો હશે.

વનપ્લસના સસ્તા સ્માર્ટફોનનુ નામ તો હજુ સુધી બહાર નથી આવ્યુ, પરંતુ આના લૉન્ચના કેટલાક સંકેતો જરૂર મળ્યા છે. વનપ્લસના નવા સ્માર્ટફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 460 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવી શકે છે. જોકે, પહેલા દાવો કરવામાં આવી રહ્યો હતો કે વનપ્લસના સસ્તા સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 662 ચિપસેટ લગાવવામાં આવી શકે છે.



અત્યાર સુધી સામે આવેલી માહિતી પ્રમાણે, હવે વનપ્લસની કોશિશ ઇન્ડિયામાં ખુદની જગ્યા બનાવવાની અને મજબૂત કરવાની છે. 15 હજાર રૂપિયાથી ઓછી કિંમતના સ્માર્ટફોન દ્વારા વનપ્લસ ભારતીય માર્કેટમાં પોતાની પકડ મજબૂત કરી શકે છે.

જોકે, દાવો કરવામાં આવી રહ્યો છે કે વનપ્લસ અમેરિકામાં પણ પોતાનો સ્માર્ટફોન ઉતારી શકે છે. વનપ્લસે તાજેતરમાં જ પોતાનો વનપ્લસ નોર્ડ સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે, જેની કિંમત 24999 રૂપિયાથી શરૂ થાય છે.

એક રિપોર્ટ પ્રમાણે વનપ્લસ ભારતમાં આવા સ્માર્ટફોન ઉતારીને રેડમીને ટક્કર આપવાનુ પ્લાનિંગ કરી રહ્યુ છે. કેમકે 15 હજાર વાળા આ સેગમેન્ટમાં રેડમી અને રિયલમી સૌથી મજબૂત છે.