OnePlus Watch Launch: સ્માર્ટવૉચ ખરીદવાનો પ્લાન બનાવી રહેલા યૂઝર્સ માટે એક ખાસ સમાચાર સામે આવ્યા છે. વનપ્લસે ભારતમાં પોતાની નવી સ્માર્ટવૉચ OnePlus Nord Watchને લૉન્ચ કરી દીધી છે. નૉર્ડ બ્રાન્ડિંગની સાથે આવનારી આ પહેલા સ્માર્ટવૉચ છે. 10 દિવસ સુધી બેટરી લાઇફ આ વૉચમાં હાર્ટ રેટ અને SpO2 મૉનિટરની સાથે કેટલાય શાનદાર ફિચર્સ આપવામા આવ્યા છે. કંપનીએ નૉર્ડ વૉચની કિંમત 4,999 રૂપિયા રાખી છે. આ ડીપ બ્લૂ અને મિડનાઇટ બ્લેક કલર ઓપ્શનમાં આવ છે. આને તમે વનપ્લસ સ્ટૉર ઉપરાંત વનપ્લસ એકસપીરિયન્સ સ્ટૉર અને અમેઝૉન ઇન્ડિયા પરથી ખરીદી શકો છો. 


વનપ્લસ નૉર્ડ વૉચના ફિચર્સ અને સ્પેશિફિકેશન્સ - 
વનપ્લસ વૉચમાં કંપની 368x448 પિક્સલ રિઝૉલ્યૂશનની સાથે 1.78 ઇંચની AMOLED ટચસ્ક્રીન આપવામા આવી છે. આ ડિસ્પ્લે 60Hz ના રિફ્રેશ રેટ અને 500 નેટ્સની પીક બ્રાઇટનેસ લેવલની સાથે આવે છે. વૉચના રાઇડ રાઇડમાં એક પાવર બટન પણ આપવામા આવ્યુ છે. વૉચની ફ્રેમ જિન્ક એલૉય અને પ્લાસ્ટિકની બનેલી છે. આમાં SF32LB555V4O6 પ્રૉસેસર આપવામા આવ્યુ છે. આ વૉચ RTOS પર કામ કરે છે. 


વનપ્લસ નૉર્ડ વૉચમાં તમને હેલ્થ અને ફિટનેસ માટે પણ કેટલાય જરૂરી ફિચર મળશે. આ તમને હાર્ટ રેટ અને SpO2 લેવલને મૉનિટર કરવાની સાથે સાથે તમારી સ્લીપને પણ ટ્રેક કરે છે. આમાં કંપની 105 સ્પૉર્ટ્સ મૉડ પણ આપી રહી છે. આની ખાસ વાત છે કે, આ રનિંગ અને વૉકિંગને ઓટોમેટિકલી ટ્રેક કરે છે. 


ઇન બિલ્ટ જીપીએસની સાથે આવનારી આ વૉચમાં 230mAhની બેટરી આપવામાં આવી છે. આ બેટરી એકવાર ફૂલ ચાર્જ કરવા પર 10 દિવસ સુધી ચાલશે. આનો સ્ટેન્ડબાય ટાઇમ 30 દિવસ સુધીનો છે. વૉચ એન્ડ્રોઇડ અને iOS ની સાથે કનેક્ટ થઇ જાય છે. કનેક્ટિવિટી માટે આમાં બ્લૂટૂથ 5.1 આપવામાં આવ્યુ છે. 


Instagram Notes Feature: Instagramએ લોન્ચ કર્યું વધુ એક શાનદાર ફીચર , જાણો શું છે ખાસિયત?


Instagram Roll Out Notes Feature: મેટા-માલિકીના મેસેજિંગ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામે 'નોટ્સ' નામનું નવું ફીચર લોન્ચ કર્યું છે. આ સુવિધા યુઝર્સને ટૂંકી નોંધ બનાવવાની મંજૂરી આપે છે. યૂઝર્સ દ્વારા બનાવવામાં આવેલી નોટ્સ ડીએમ સેક્શનમાં ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝની જેમ ફોલોઅર્સ જોઇ શકે છે. નોટ્સ 24 કલાક પછી અદૃશ્ય થઈ જાય છે. ફોલોઅર્સ જે રિએક્શન મોકલે છે તે યુઝર્સને DMના રૂપમાં દેખાશે.


ઇન્સ્ટાગ્રામના નોટ્સ ફીચરનો હેતુ નોટિફિકેશનને નવી રીતે બહાર કાઢવાનો છે. હાલમાં યુઝર્સ એક સમયે ફક્ત એક જ નોટ્સ પોસ્ટ કરી શકે છે અને જો તેઓ અગાઉની નોંધના 24 કલાક પસાર થયા પહેલા આમ કરે છે, તો વર્તમાન નોટ્સ આપમેળે કાઢી નાખવામાં આવશે. Instagram નોટ્સ મર્યાદા 60 અક્ષરો છે.


ઇન્સ્ટાગ્રામ કથિત રીતે એક યુઝર સુરક્ષા સુવિધા વિકસાવવા પર પણ કામ કરી રહ્યું છે જે યુઝર્સને તેમના ડીએમમાં ​​ન્યૂડ ફોટા રિસિવ કરવાથી બચાવે છે.


ઇન્સ્ટાગ્રામ નોટ્સનો ઉપયોગ કેવી રીતે કરવો ?




 



-Instagram એપ્લિકેશનને લેટેસ્ટ વર્ઝનમાં અપડેટ કરો


-ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન ખોલો


-હવે ડીએમ સેક્શનમાં જાવ


-હવે, યોર નોટ પર ટેપ કરો


-તમારા મનમાં જે હોય તે લખો


-તમે તમારી નોટ્સ કોની સાથે શેર કરવા માંગો છો તે પસંદ કરો અથવા તમે જેને ફોલોઅર્સને ફોલો બેક કરો છો અથવા નજીકના મિત્રોમાંથી પસંદ કરી શકો છો.


-શેર પર ક્લિક કરો