એપલથી આગળ નીકળ્ય વનપ્લસ
સર્વેમાં 74 ટકા લોકોને iOSથી વધારે વનપ્લસની ઓપરેટિંગ સિસ્ટમ OxygenOS ગમે છે. વળી, સેમસંગની ઓપરેટિંગ સિસ્ટમ One UI ને માત્ર 68 ટકા યૂઝર્સે સારી બતાવી છે. આ સર્વેમાં એ પણ જાણવા મળ્યુ છે કે દેશના 30 ટકા સ્માર્ટફોન યૂઝર્સ વનપ્લસને પસંદ કરે છે.
આ મામલે પણ વનપ્લસ પર વિશ્વાસ
સર્વે અનુસાર બ્રાન્ડ લૉયલ્ટીમાં 39 ટકા યૂઝર્સ વનપ્લસના સ્માર્ટફોન પર વિશ્વાસ રાખે છે. વળી આ મામલામાં એપલના 35 ટકા જ્યારે 27 ટકા યૂઝર્સે સેમસંગને પોતાની પસંદ ગણાવી છે. યૂઝર્સે વનપ્લસની ઓક્સિજન ઓએસ સ્માર્ટફોનમાં ફાસ્ટ અને સ્મૂથલી ચાલવાના કારણે પોતની પસંદ ગણાવી છે.