Google Pixel 9a: Googleનો  આગામી સ્માર્ટફોન Pixel 9a માર્ચમાં લોન્ચ થવાની શક્યતા છે. અહેવાલો અનુસાર, આ ફોન યુરોપ અને અમેરિકામાં એક સાથે 19 માર્ચે લોન્ચ થશે અને તેનું વેચાણ 26 માર્ચથી શરૂ થશે. એક રિપોર્ટ અનુસાર, યુરોપમાં Pixel 9a (128GB) મોડલની શરૂઆતની કિંમત EUR 549 (અંદાજે ₹50,000) હશે, જ્યારે 256GB વેરિઅન્ટની કિંમત EUR 649 (અંદાજે ₹58,000) હોઈ શકે છે. યુકેમાં, આ ફોન GBP 499 (અંદાજે ₹54,000) માં ઉપલબ્ધ થશે, જ્યારે 256GB મોડલની કિંમત GBP 599 (અંદાજે ₹65,000) હશે.

Android Headlines ના અહેવાલ અનુસાર, અમેરિકામાં Pixel 9a (128GB)ની કિંમત $499 (અંદાજે ₹43,200) અને 256GB મૉડલની કિંમત $599 (અંદાજે ₹51,900) હોઈ શકે છે. જો કોઈ યૂઝર્સ Verizonનું mmWave મોડલ પસંદ કરે છે, તો તેણે વધારાના $50 ચૂકવવા પડશે.   

ભારતમાં અલગ હોઈ શકે છે કિંમત   

ભારતમાં Pixel 9a ની કિંમત અલગ હોઈ શકે છે. સરખામણી માટે, Pixel 8a ની કિંમત ભારતમાં ₹52,999 (128GB) અને ₹59,999 (256GB) રાખવામાં આવી હતી.

Pixel 9a ના સંભવિત સ્પેસિફિકેશન્સ

પ્રોસેસર: Google Tensor G4

રેમ: 8GB LPDDR5X

સ્ટોરેજ: 128GB / 256GB

સિક્યોરિટી: Titan M2 ચિપ

ડિસ્પ્લે: 6.3-ઇંચ AMOLED, 120Hz રિફ્રેશ રેટ, Gorilla Glass 3     

કેમેરા 

48MP પ્રાઈમસી સેન્સર

13MP અલ્ટ્રા-વાઈડ કેમેરા

બેટરી: 5,100mAh

23W વાયર્ડ ચાર્જિંગ 

7.5W વાયરલેસ ચાર્જિંગ

વોટર અને ડસ્ટ રેજિસ્ટેંસ : IP68

કલર ઓપ્શન 

128GB મોડલ ચાર કલરમાં ઉપલબ્ધ હશે- Iris, Obsidian, Peony, અને Porcelain, જ્યારે 256GB મોડલ માત્ર Iris અને Obsidian માં આવશે .         

ફ્રી સર્વિસ સબ્સક્રિપ્શન 

Google, Pixel 9a ની સાથે કેટલીક ફ્રી સબ્સક્રિપ્શન પણ આપી શકે છે જેમ કે 

6 મહિનાનું  Fitbit Premium

3 મહિનાનું  YouTube Premium

3 મહિનાનું Google One (100GB ક્લાઉડ સ્ટોરેજ)

Google આ નવા સ્માર્ટફોનને લઈને યુઝર્સમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. Google, Pixel 9a ની સાથે ઘણી ઓફર પણ આપી શકે છે.   હવે જોવાનું એ રહે છે કે ભારતમાં તેની કિંમત શું છે અને ભારતીય બજારમાં તે કેટલી લોકપ્રિયતા મેળવે છે. 

આવતા અઠવાડિયે લોન્ચ થઈ શકે છે Appleનો સૌથી સસ્તો ફોન ! જાણો તેના ફિચર્સ અને ડિઝાઈન વિશે