WhatsApp E-Mitra: રાજસ્થાન સરકારે WhatsApp E-Mitra સર્વિસની શરૂઆત કરી છે. આમાં વૉટ્સએપ દ્વારા 27 સેવાઓનો લાભ લઈ શકાશે. લોકોને પાણી અને વીજળીના બિલની ચૂકવણી સહિત 27 સેવાઓ માટે સરકારી કચેરીઓના ધક્કા નહીં ખાવા પડે. તેઓ ઘરે બેઠા વૉટ્સએપ દ્વારા આ સેવાઓનો લાભ લઈ શકશે. સરકારનો લક્ષ્યાંક 100 સેવાઓને વૉટ્સએપ સાથે ઇન્ટિગ્રેટ કરવાનો છે.

Continues below advertisement

 

Continues below advertisement

WhatsApp E-Mitra શું છે?

રાજસ્થાન સરકારની આ સેવા ઈ-ગવર્નન્સ અને ડિજિટલ સેવાઓને પ્રોત્સાહન આપતા પહેલાથી જ ચાલી રહેલા ઈ-મિત્રનું એક્સપેન્શન છે. લોકો હવે સરકારી કચેરીઓના ધક્કા ખાધા વગર ફોન પર 27 સેવાઓનો લાભ લઈ શકશે. લોકો પોતાના મોબાઈલ ફોનથી ડોમિસાઈલ, જાતિ, જન્મ અને મૃત્યુ સર્ટિફિકેટ, EWS, રેશન કાર્ડ જેવી જરૂરી સેવાઓનો લાભ લઈ શકશે. તેમને સરકારી કચેરીએ જવાની જરૂર નહીં પડે. એટલું જ નહીં, વૉટ્સએપ ઈ-મિત્ર દ્વારા તેમને સરકારી યોજનાઓની પણ માહિતી મળશે.

આ પણ વાંચો...હવે ફોનમાં જ સેવ થશે તમારી Digital Signature! Google લાવી રહ્યું છે નવી એપ, જાણો યુઝર્સને શું થશે ફાયદો

સેવાનો લાભ કેવી રીતે લેવો?

  • WhatsApp E-Mitra સેવાનો લાભ લેવા માટે લોકોએ પોતાના સ્માર્ટફોનમાં વૉટ્સએપ ઇન્સ્ટોલ કરવું પડશે.
  • ત્યારબાદ વૉટ્સએપમાં જઈને ઈ-મિત્રના નંબર 94610-62705 પર 'Hi' ટાઈપ કરીને મેસેજ મોકલવાનો રહેશે.
  • ત્યાર પછી વૉટ્સએપ ઈ-મિત્રનું ચેટબોટ એક્ટિવેટ થઈ જશે અને તમારી પાસે સેવાઓ વિશે પૂછશે.
  • તમારે જે સેવાનો લાભ લેવો હોય તેને પસંદ કરો અને આગળ વધો.
  • રાજસ્થાન સરકારે આ ચેટબોટને બે ભાષાઓ હિન્દી અને અંગ્રેજીમાં લોન્ચ કર્યું છે.

શું સેવાઓ માટે પૈસા લાગશે? સરકારની આ સેવા સંપૂર્ણપણે મફત છે એટલે કે ઈ-મિત્ર દ્વારા સેવાનો લાભ લેવા માટે કોઈ પણ પ્રકારનો વધારાનો ચાર્જ કે પ્લેટફોર્મ ફી લેવામાં આવશે નહીં. સરકાર આ ઈ-મિત્રને આગામી સમયમાં વધુ સેવાઓ માટે એક્સપેન્ડ કરી શકે છે. સરકારના જણાવ્યા અનુસાર, વૉટ્સએપ ઈ-મિત્ર એક 24 x 7 ચેટબોટ છે, જેમાં લોકો ગમે ત્યારે આ 27 સેવાઓનો લાભ લઈ શકશે.

સિસ્ટમ કેટલી સુરક્ષિત છે? રાજસ્થાન સરકારે સ્પષ્ટ કર્યું છે કે WhatsApp E-Mitra સેવા સંપૂર્ણપણે સુરક્ષિત છે. આમાં કોઈ પણ રીતે લોકોની માહિતી લીક થશે નહીં. આમાં સેવાનો લાભ લેવા માટે યુઝર્સે OTP બેઝ્ડ ઓથેન્ટિકેશન કરવું પડશે. સાથે જ, આ ચેટબોટમાં API લેવલ ઇન્ટિગ્રેશન કરવામાં આવ્યું છે, જેના કારણે ડેટા સંપૂર્ણપણે સિક્યોર છે અને ઓટીપી દ્વારા ઓથોરાઈઝ્ડ યુઝરને જ કોઈ પણ પ્રકારની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે.