આ છે નવી કિંમત
આ પહેલા પણ Realme 6ની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ આ ફોનની કિંમત 14,999 રૂપિયા અને 16,999 રૂપિયા થઇ ગઇ હતી. વળી, હવે ફરી એકવાર કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ પછી 6 GB રેમ તથા 64 GB સ્ટૉરેજ વેરિએન્ટ 12,999 રૂપિયા અને 8 GB રેમ તથા 128 GB સ્ટૉરેજ વેરિએન્ટની કિંમત 14,999 રૂપિયા થઇ ગઇ છે. જો તમે આ ઓફરનો લાભ ઉઠાવવા માંગતા હોય તો કંપનીની વેબસાઇટ અને ફ્લિપકાર્ટ પરથી ફોન ખરીદીને ઉઠાવી શકો છો. આમાં તમને કૉમેટ વ્હાઇટ અને કૉમેટ બ્લૂ કલર ઓપ્શન મળશે.
રિયલમી 6ની સ્પેશિફિકેશન
Realme 6માં 6.5 ઇંચની અલ્ટ્રા સ્મૂથ ફૂલ એચડી+ ડિસ્પ્લે આપવામાં આવી છે, ફોન મીડિયાટેક હીલિયો G90T પ્રૉસેસર વાળો છે. ફોનના કિનારા પર ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યુ છે. હેન્ડસેટ એન્ડ્રોઇડ 10 બેઝ્ડ રિયલમી યુઆઇ પર કામ કર છે. આ ફોનમાં 64MP એઆઇ ક્વૉડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે. વળી સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે આમાં 16MPનો કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનમાં 4300mAh બેટરી આપવામાં આવી છે, જે 30વૉટ ફ્લેશ ચાર્જ ટેકનોલૉજીને સપોર્ટ કરે છે.