Realme 9 5G Speed Edition: ચીની કંપની Realme પોતાના સ્માર્ટફોન Realme 9 5G Speed Editionને હવે Android 12 ઓએસ પર અપડેટ કરવા જઇ રહી છે. આ જાણકારી ખુદ કંપનીએ પોતાની એક પૉસ્ટના માધ્યમથી આપી છે. કંપનીએ એ પણ કહ્યું છે કે, Android 12ના અપડેટને મેળવવા માટે આ તેનો Latest ફોન છે. ઉલ્લેખનીય છે કે આ જાહેરાત કંપનીએ એવા સમયે કરી છે, જ્યારે Google એન્ડ્રોઇડના નવા વર્ઝન Android 13ને લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ નવુ અપડેટ હજુ શરૂઆતમાં સિમીત યૂઝર્સને જ આપવામા આવ, પરંતુ જલદી આ તમામ યૂઝર્સ માટે રિલીઝ કરી દેવામાં આવશે. જાણો આ ફોનની સ્પેશિફિકેશન્સ અને બીજી ડિટેલ્સ વિશે................
Realme 9 5G Speed Edition ના Specifications -
Realme 9 5G Speed Edition ફોનમાં કંપનીએ Qualcomm Snapdragon 778G પ્રૉસેસર લગાવ્યુ છે.
Realme 9 5G Speed Edition ફોનની 6.6 ઇંચની સ્ક્રીનમાંથી IPS LCD ડિસ્પ્લે આપવામા આવી છે, આમાં 144 HZનો રિફ્રેશ રેટ છે.
આમ તો આ ફોનમાં 8 GB રેમ મળે છે. પરંતુ આમાં 13 GB સુધીની વર્ચ્ચ્યૂઅલ રેમનો ઓપ્શન પણ આપવામાં આવ્યો છે. તો આમાં 128 GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામા આવ્યુ છે. આ ઉપરાંત આ ફોનમાં માઇક્રો એસડી કાર્ડ દ્વારા 1 TB સુધી એક્સપાન્ડેબલ મેમૉરીની સુવિધા પણ આપવામાં આવી છે.
Realme 9 5G Speed Edition સ્માર્ટફોનમાં ત્રિપલ બેક કેમેરા સેટઅપ આપવામા આવ્યો છે. આમાં 48 MPનો મેન બેક કેમેરો અને 2 MPના 2 અન્ય કેમેરા સામેલ છે, વળી સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે આમાં 16 MPનો ફ્રન્ટ કેમેરો આપવામા આવ્યો છે.
Realme 9 5G Speed Edition ફોનમાં 5000 mahની બેટરી આપવામા આવી છે, આમાં 30Wનુ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળે છે.
Realme 9 5G Speed Edition નુ વજન 199 ગ્રામ છે.
Realme 9 5G Speed Edition ની કિંમત -
Realme 9 5G Speed Edition ફોન 6 GB રેમ + 128 GB ઇન્ટરનલ સ્ટૉરેજ અને 8 GB રેમ + 128 GB ની ઇન્ટરનલ સ્ટૉરેજ વેરિએન્ટમા ઉપલબ્ધ છે. 6 GB વાળા વેરિએન્ટની કિંમત 19,999 રૂપિયા અને 8 GB રેમ વાળા વેરિએન્ટની કિંમત 22,999 રૂપિયા છે.
આ પણ વાંચો......
Shrawan 2022: આ રાશિની યુવતીઓ માટે શ્રાવણ મહિનો છે વિશેષ, કરી લો આ ઉપાય, પછી જુઓ ચમત્કાર
Horoscope Today 20 July 2022: મિથુન, સિંહ, મકર રાશિએ નુકસાનનો કરવો પડશે સામનો, જાણો આજનું રાશિફળ
Vastu Tips: નવું ઘર ખરીદવાનું વિચારી રહ્યાં છો? તો પહેલા આ બેઝિક વાસ્તુના નિયમો જાણી લેવા હિતાવહ
Home Budget after Revised GST: GSTનો દર વધવાથી ઘરનું બજેટ બગડ્યું, દર મહિને આટલો ખર્ચ વધી જશે, જાણો વિગતે