Realme એ તેનો લો બજેટ સ્માર્ટફોન Realme C63 5G ભારતીય બજારમાં આજે એટલે કે 12મી ઓગસ્ટે લોન્ચ કર્યો છે. જે MediaTek Dimensity 6300 5G પ્રોસેસરથી સજ્જ છે અને ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5,000mAh બેટરી ધરાવે છે. જો તમે રક્ષાબંધનના અવસર પર તમારી બહેનને ફોન ગિફ્ટ કરવા માટે સસ્તું અને સારું ઉપકરણ શોધી રહ્યાં છો, તો Realme C63 5G પણ શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. આ ઓછી કિંમતનો સ્માર્ટફોન IP64 રેટિંગ સાથે આવે છે. ચાલો જાણીએ આ સ્માર્ટફોનની કિંમત વિશે.
Realme C63 5G: કિંમત અને વિશેષતા
Realme C63 5G સ્માર્ટફોન રૂ 10,999 ની પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે. આ કિંમત ફોનના 4GB + 128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે છે. જ્યારે 6GB + 128GB મોડલની કિંમત 11,999 રૂપિયા અને 12GB + 128GB મોડલની કિંમત 12,999 રૂપિયા છે. આ સ્માર્ટફોનને ફોરેસ્ટ ગ્રીન અને સ્ટેરી ગોલ્ડ કલર વેરિઅન્ટમાં 20 ઓગસ્ટે વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ફોનને રિયલમી ઈન્ડિયાની વેબસાઈટ અને ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાય છે. પ્રારંભિક ઓફર તરીકે, ફોન પર રૂ. 1,000 નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે જે પસંદગીના બેંક કાર્ડ્સ પર ઉપલબ્ધ હશે. આ પછી ફોનની શરૂઆતી કિંમત ઘટીને 9,999 રૂપિયા થઈ જશે.
Realme C63 5G: ફિચર્સ વિશે
Realme C63 5G ડ્યુઅલ સિમ સપોર્ટ સાથે આવે છે અને Android 14 આધારિત Realme UI 5.0 પર કામ કરે છે. લોન્ચ સાથે, કંપનીએ વચન આપ્યું છે કે ફોનને ત્રણ વર્ષ માટે સુરક્ષા અપડેટ્સ અને બે વર્ષ માટે સોફ્ટવેર અપડેટ્સ મળશે. ફોનમાં 6.67 ઇંચની HD+ ડિસ્પ્લે છે જે 120Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. આ ફોન પાવરફુલ MediaTek Dimensity 6300 5G ચિપસેટથી સજ્જ છે.
Realme C63 5Gમાં ફોટોગ્રાફી માટે ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે. ફોનમાં 32MP AI પ્રાઈમરી સેન્સર છે, જ્યારે 2MP સેકન્ડરી કેમેરા હાજર છે. ફોનમાં વીડિયો કૉલિંગ અને સેલ્ફી માટે 8MPનો ફ્રન્ટ કૅમેરો હશે. આ સિવાય માઈક્રોએસડી કાર્ડની મદદથી 2TB સુધીનો ડેટા વધારી શકાય છે.
Poco એ લૉન્ચ કર્યો આ ધાંસૂ સ્માર્ટફોન, 50MP Sony ડ્યૂલ કેમેરાની સાથે મળશે AI ફિચર, જાણો કિંમત