Redmi Note 9ના ફીચર્સ
રિપોર્ટ અનુસાર Redmi Note 9માં પંચહોલ ડિસ્પ્લે મળશે અને તેની સાથે 108 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા આપવામાં આવ્યો છે. નવા વેરિએન્ટમાં 120Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લે મળશે. Redmi Note 9ના નવા વેરિએન્ટમાં 6.67 ઈંચની એલસીડી ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. તે સિવાય ફોનમાં 4,800mAhની બેટરી આપવામાં આવશે અને Android 10 બેઝ્ડ MIUI સાથે લોન્ચ કરવામાં આવી શકે છે.
એક રિપોર્ટ અનુસાર Xiaomi Mi 10Tમાં જે રીતે સ્પેસિફિકેશન્સ આપવામાં આવ્યા છે, તેના જેવા જ ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ Redmi Note 9 સીરીઝના નવા વેરિએન્ટમાં આપવામાં આવી શકે છે. અહેવાલ અનુસાર કંપની Redmi Note 9 સીરીઝના વધુ ત્રણ નવા સ્માર્ટફોન પણ લોન્ચ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, Redmi Note 9 પહેલા જ લોન્ચ કરી દેવામાં આવ્યો છે અને કંપની તેમાં વિસ્તાર કરવાની તૈયારીમાં છે. Redmi Note 9 નું નવું વેરિએન્ટ કંપની આ મહિનામાં જ લોન્ચ કરી શકે છે.