શું શું નવુ લાવી રહ્યું છે જિઓ....
IOT સર્વિસ- જાન્યુઆરી 2020માં કંપની IOT સર્વિસ શરૂ કરી રહી છે, Jio IoT પ્લેટફોર્મ પર 1 બિલિયન ઘરોને જોડાવાનુ લક્ષ્ય છે.
જિઓ સેટટૉપ બૉક્સ- કંપની આ સેટટૉપ બૉક્સમાં ગેમિંગ, સોશ્યલ ગેમિંગ, વીડિયો કૉલિંગ જેવી સુવિધા ફ્રી આપશે.
જિઓ ફાઇબર પ્લાન- આ સર્વિસ 5મી સપ્ટેમ્બરે શરૂ થશે, બેઝ પેકેઝની કિંમત 700 રૂપિયા છે, આમાં 100Mbps ફ્રી ઇન્ટરનેટ સ્પીડ મળશે.
જિઓ ફર્સ્ટ ડે ફર્સ્ટ શૉ- આ સર્વિસની મદદથી યૂઝર્સ એ જ દિવસે મૂવી જોઇ શકશે જે દિવસે તે રિલીઝ થઇ રહી હશે. આ સર્વિસ 2020માં લૉન્ચ થશે.
500 રૂપિયામાં ઇન્ટરનેશનલ કૉલ- કંપની અનુસાર જિઓ ગીગા ફાઇબર કસ્ટમર્સ 500 રૂપિયામાં યુએસ-કેનેડા સહિત ઇન્ટરનેશનલ અનલિમીટેડ કૉલ કરી શકશે.
'ન્યૂ કૉમર્સ'ની શરૂઆત- કંપની નાના દુકાનદારો માટે મર્ચેન્ટ પૉઇન્ટ ઓફ સેલ સૉલ્યૂશન લાવશે.