ભારત બંધના કારણે બેન્કની શાખાઓ બંધ હોય તો બેન્કિંગ કામકાજ ઓનલાઇન માધ્યમથી કરી શકો છો. જાણો કઇ કઇ રીતે....
નેટ બેન્કિંગ
આજે બેન્ક બંધ છે તો તમે ઓનલાઇન માધ્યમમાં નેટ બેન્કિંગ કે ફોન બેન્કિંગનો ઉપયોગ કરી શકો છો. નેટ બેન્કિંગ દ્વારા ઘરે બેઠા બેઠાં પૈસાની લેવડદેવડ અને કેટલાય જરૂરી કામો કરી શકો છો.
UPI લેવડદેવડ
તમે લેવડદેવડ UPIના માધ્યમથી પણ કરી શકો છો. આના મદદથી તમે બેન્ક, યુપીઆઇ નંબર કે કોઇપણ પ્રકારના બીજા પેમેન્ટ પણ કરી શકો છો. આ માટે તમારી પાસે યુપીઆઇ આઇડી હોવુ જરૂરી છે.
Aadhaar Enabled Payment System (AEPS) થી લેવડદેવડ
જો તમારુ બેન્ક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક હોય તો તમે આ સુવિધાનો ફાયદો ઉઠાવી શકો છો, અને બેન્ક સાથે જોડાયેલા કામકાજ આસાનીથી કરી શકો છો. આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ (એઇપીએસ) નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઓફ ઇન્ડિયાનુ એક મૉડલ છે. આનાથી આધાર પ્રમાણીકરણનો ઉપયોગ કરીને પૈસા ટ્રાન્સફરની પરવાનગી મળે છે.
એટીએમથી લેવડદેવડ
વળી, એટીએમના માધ્યમથી પણ બેન્ક સાથે જોડાયેલા કામકામ તમે કરી શકો છો. એટીએમના માધ્યમથી પૈસાની લેવડદેવડની સુવિધા 24 કલાક સુધી ચાલુ છે. આવામાં જરૂર પડ્યે તમે એટીએમથી પૈસાની લેવડદેવડ કરી શકો છો.