91મોબાઇલ્સના રિપોર્ટ અનુસાર, Samsung Galaxy A20 ની કિંમત હવે 1,000 રૂપિયાના ઘટાડા બાદ 10,490 રૂપિયા થઇ છે. વળી Galaxy A30ની કિંમત 1,500 રૂપિયાના ઘટાડા બાદ 13,990 રૂપિયા થઇ ગઇ છે. હાલ આ નવી કિંમતો ઓનલાઇન પ્લેટફોર્મ પર દેખાતી નથી પણ રિટેલ સ્ટૉર્સ પર નવી કિંમતો સાથે ફોન વેચાઇ રહ્યાં છે.
સેમસંગ ગેલેક્સી A20 અને ગેલેક્સી A30, બન્ને ફોન કંપનીના હાઇટેક મૉડલમાંના એક છે. બન્નેમા પ્રૉસેસર, રેમ, સ્ટૉટેજ કેપેસિટી હાઇ ટેકનોલૉજીવાળી છે.
ઉપરાંત ફિંગરપ્રિન્ટ સ્કેનર, બેટરી, કેમેરા, ડિસ્પ્લેમાં કંપનીએ હાઇ ટેકનોલૉજીનો ઉપયોગ કર્યો છે.