Samsung Galaxy Z Flip 3: બજેટ રેન્જના સ્માર્ટફોન ભલે દરેકની પાસે હોય પરંતુ દરેક વ્યક્તિની ઇચ્છા એક સારો ફોન ખરીદવાની હોય છે, દરેક વ્યક્તિ ઇચ્છે છે કે, તે એક સારો પ્રીમિયમ ફોન યૂઝ કરે, માર્કેટમાં અત્યારે સેમંસગના ઘણાબધા પ્રીમિયમ સ્માર્ટફોન અવેલેબલ છે, જો તમે એક સારો ફોન શોધી રહ્યાં છો, તો તો તમારા માટે અત્યારે એક અમે ખાસ ઓફર બતાવી રહ્યાં છીએ, જેની કિંમત 1 લાખથી ઉપરની છે. જાણો આ ફોન વિશે......
અહીં અમે સેમસંગના ગેલેક્સી ફ્લિપ 3 ફોનની વાત કરી રહ્યાં છીએ, આ ફોન અત્યારે માર્કેટમાં એક લાખથી વધુની કિંમત પર મળી રહ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે કંપની 'બિગ હૉલીડે સેલ' અંતર્ગત આ સ્માર્ટફોન પર એક આકર્ષક ઓફર લઇને આવી છે, જે પછી તમે આ 1 ફોનની કિંમત પર 2 ફૉલ્ડેબલ ફોન ખરીદી શકો છો, જાણો અહીં........
સેમસંગ ગેલેક્સી Z ફ્લિપ 3ની કિંમત -
ઓફર અંતર્ગત સેમસંગનો આ ફોન વેચાણ માટે ઉપલબ્ધ છે, તે છે સેમસંગ ગેલેક્સી Z ફ્લિપ 3નું 12/128GB વેરિએન્ટ. માર્કેટમાં આ સ્માર્ટફોનની કિંમત 95,999 રૂપિા છે, પરંતુ કંપની 'બિગ હૉલીડે સેલ' અંતર્ગત આના પર એક આકર્ષક ઓફર આપી રહી છે.
આ છે ખાસ ઓફર -
એક ઓનલાઇન વેબસાઇટ પર સેમસંગ ગેલેક્સી Z ફ્લિપ 3 પર ગ્રાહકોને શાનદાર ઓફર આપવામાં આવી રહી છે. આ ફોનને તમે માત્ર 38,499 રૂપિયામાં ખરીદી શકો છો, એટલે કે તમે 1ની કિમત આપીને બે સ્માર્ટફોન ઘરે લઇ જઇ શકો છો. સેમસંગ ગેલેક્સી Z ફ્લિપ 3 પર 37% ની ભારે છૂટછાટ બાદ આ વેચાણ માટે 59,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. એટલુ જ નહીં આ સ્માર્ટફોન પર તમને એક્સચેન્જ ઓફરનો લાભ આપવામાં આવી રહ્યો છે. તમે જુના ફોનના બદલામાં 21,500 રૂપિયા સુધીની છૂટ મેળવી શકો છો, જોકે આ માટે તમારો જુનો ફોન સારી કન્ડીશનમાં હોવો જરૂરી છે. આ ફોન પર તમને બેન્ક ઓફરનો પણ લાભ આપવામાં આવી રહ્યો છે, જો તમે ફ્લિપકાર્ટ એક્સિસ બેન્ક ક્રિડેટ કાર્ડથી પેમેન્ટ કરો છો, તો તમને 5% નું કેશબેર મળશે. આનાથી મોબાઇલ ફોનની કિંમત વધુ સસ્તી થઇ જશે.
ગજબના છે ફિચર્સ -
Samsung Galaxy Z Flip 3 સ્માર્ટફોનમાં 6.7 ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનો રિફ્રેશ રેટ 120Hz છે. પોન ક્વાલકૉમ સ્નેપડ્રેગન 888 પ્રૉસેસર વાળો છે. આમાં 8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામા આવ્યુ છે. ફોટોગ્રાફી માટે ફોનમાં 12 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો આપવામાં આવ્યો છે. પાવર માટે ફોનમાં 3,300mAhની બેટરી આપવામાં આવી છે. જે 15 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે. સિક્યૉરિટી માટે ફોનમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યુ છે.