Smartphone Under 15K:  સ્માર્ટફોન એ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે કારણ કે આપણે તેનો ઉપયોગ આપણી નાની-મોટી તમામ જરૂરિયાતો માટે કરીએ છીએ. જો તમે નવો ફોન ખરીદવાની તૈયારી કરી રહ્યા છો, તો તમારી મદદ માટે અમે એવા ફોનનું લિસ્ટ લાવ્યા છીએ, જેની કિંમત 15000 રૂપિયાથી ઓછી છે અને તેમાં ઘણી ખાસ સુવિધાઓ છે. તમને જણાવી દઈએ કે આ લિસ્ટમાં ઘણી બ્રાન્ડના ફોન છે, જેમાં સેમસંગ, રેડમી અને વિવો વગેરેનો સમાવેશ થાય છે. અહીં અમે આ બ્રાન્ડ્સના બજેટ ફોનની યાદી આપી રહ્યા છીએ. આ યાદીમાં ઘણા સ્માર્ટફોન છે જેને તમે 15000 હજાર રુપિયાથી ઓછા બજેટમાં ખરીદી શકો છો.  ચાલો તેમના વિશે જાણીએ.....


Samsung Galaxy M14 5G


સેમસંગ ગેલેક્સી M14 5Gને 15000 રૂપિયાથી ઓછી કિંમતના ફોનની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. આ ફોન સુપરફાસ્ટ 5G કનેક્ટિવિટી સાથે આવે છે.
આ ફોનમાં તમને Exynos 1330 ઓક્ટા કોર પ્રોસેસર મળે છે, જે લેટેસ્ટ એન્ડ્રોઇડ 13 સાથે જોડાયેલું છે. કેમેરાની વાત કરીએ તો આ ફોનમાં તમને ટ્રિપલ કેમેરા મળશે, જેમાં 50MPનો મુખ્ય કેમેરા છે. સેલ્ફી માટે તેમાં 13MP ફ્રન્ટ કેમેરા છે. બેટરીની વાત કરીએ તો તેમાં 6000mAh લિથિયમ-આયન બેટરી છે.


Vivo T2x 5G


Vivo T2x 5G પણ આ લિસ્ટમાં આવે છે, જેની કિંમત 15000 રૂપિયાથી ઓછી છે. આ ફોન 4GB રેમ અને વિશાળ 128GB રોમ સાથે આવે છે. ડિસ્પ્લે વિશે વાત કરીએ તો, તેમાં 6.58 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે છે. આમાં તમને 50MP + 2MP રિયર કેમેરા અને 8MP ફ્રન્ટ કેમેરા મળે છે. આ ફોનમાં તમને 5000mAhની મજબૂત બેટરી મળે છે. Vivo T2x 5G માં તમને ડાયમેન્સિટી 6020 પ્રોસેસર મળે છે, તે મલ્ટીટાસ્કર્સ માટે વધુ સારું છે.


Redmi 13C 5G 


Redmi 13C 5G માં MediaTek Dimensity 6100+ પ્રોસેસર છે, જે 8GB RAM સાથે જોડાયેલું છે. તેમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3, 90Hz રિફ્રેશ રેટ અને 600 nits ની પીક બ્રાઇટનેસ સાથે 6.74" HD+ ડિસ્પ્લે છે. ફોટોગ્રાફી માટે, તેમાં 50MP AI ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. આ ફોનમાં તમને 5000mAhની મોટી બેટરી મળે છે. 
  


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial