નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા કોરોના વાયરસને ટ્રેક કરવા માટે બનાવવામાં આવેલી Aarogya Setu એપમાં યૂઝર્સને બહુ જલ્દી એક નવુ ફિચર મળવાનુ છે. એપમાં યૂઝર્સ માટે ઇ-પાસની સુવિધા આપવામાં આવશે. એક સરકારી અધિકારીએ Aarogya Setu એપમાંથી ઇ-પાસ મળવાની વાતની પુષ્ટિ કરી હતી.
આ ઇ-પાસ મારફતે લૉકડાઉનમાં યૂઝર્સ જરૂરી કામ માટે અવરજવર કરી શકશે. આ પહેલા ઇ-પાસ વૉટ્સએપ મેસેજ કે પછી ઓનલાઇન જ લેવામાં આવતા હતા. હવે સરકાર જલ્દી ઇ-પાસ આરોગ્ય સેતુ એપમાં એડ કરશે.
અત્યાર સુધી એપમાં આ ફિચર 'Coming Soon' ટેગની સાથે દેખાતુ હતુ. પણ એપમાં આની જગ્યા 'No e-pass available' દેખાઇ રહી છે. આ પછી કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે આ ફિચર બહુ જલ્દી યૂઝર્સ માટે અવેલેબલ થઇ જશે.
હાલમાં જ આરોગ્ય સેતુ એપની પ્રાઇવેસી પોલીસીને અપડેટ કરવામાં આવી છે. જેમાં દરેક પ્રકારની મહિતી અને ડેટા એડ કરવામાં આવ્યો છે.
Aarogya Setu એપમાં ઉમેરાશે આ સ્પેશ્યલ ફિચર, લૉકડાઉનમાં થશે આ મોટો ફાયદો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Apr 2020 02:40 PM (IST)
આ ઇ-પાસ મારફતે લૉકડાઉનમાં યૂઝર્સ જરૂરી કામ માટે અવરજવર કરી શકશે. આ પહેલા ઇ-પાસ વૉટ્સએપ મેસેજ કે પછી ઓનલાઇન જ લેવામાં આવતા હતા. હવે સરકાર જલ્દી ઇ-પાસ આરોગ્ય સેતુ એપમાં એડ કરશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -