New TV New Tension: આજકાલ દરેક ઘરમાં સ્માર્ટ ટીવી હોવું સામાન્ય બાબત છે. પરંતુ નવું ટીવી આવતાની સાથે જ સૌથી મોટી મૂંઝવણ એ વાતની થાય છે કે તેને દીવાલ પર લટકાવવું કે ટેબલ પર રાખવું. બંનેના પોતાના ફાયદા અને નુકસાન છે. ચાલો જાણીએ કે તમારા ઘર માટે કયો સોદો વધુ ફાયદાકારક છે?

 

દીવાલ પર ટીવી ટાંગવાના ફાયદા

  • જગ્યાની મોટી બચત: જો તમારો રૂમ નાનો છે, તો વૉલ માઉન્ટિંગ સૌથી બેસ્ટ છે. આનાથી નીચેની ફ્લોર  કે કેબિનેટની જગ્યા ખાલી બચી જાય છે.
  • બાળકો અને પાલતુ પ્રાણીઓથી સુરક્ષા: ટેબલ પર રાખેલું ટીવી પડી જવાનો ડર રહે છે. દીવાલ પર ટાંગવાથી ટીવી બાળકો અને પેટ્સ (પાલતુ પ્રાણીઓ) ની પહોંચથી દૂર સુરક્ષિત રહે છે.
  • સિનેમા હોલ જેવો લુક: દીવાલ પર લગાવેલું ટીવી જોવામાં ખૂબ જ મોર્ડન અને સુંદર લાગે છે. આનાથી તમને ઘરે બેઠા થિયેટર જેવો અહેસાસ થાય છે.

આ પણ વાંચો...પ્રાઈવસીના મામલે આઈફોનને ટક્કર આપી રહ્યા છે Android ફોન, આ 4 ફીચર્સ માત્ર એન્ડ્રોઇડ યુઝર્સ પાસે જ છે

Continues below advertisement
Continues below advertisement

ટેબલ પર ટીવી રાખવાના ફાયદા

  • વાયરોની કોઈ ઝંઝટ નહીં: ટીવીને ટેબલ પર રાખવાથી સેટ-અપ બોક્સ, ગેમિંગ કન્સોલ અને સાઉન્ડ સિસ્ટમના વાયરો સરળતાથી છુપાઈ જાય છે.
  • જ્યારે ઈચ્છો ત્યારે જગ્યા બદલો: જો તમને વારંવાર રૂમનું સેટિંગ બદલવું ગમતું હોય, તો ટેબલ ટોપ બેસ્ટ છે. તમે જ્યારે ઈચ્છો ત્યારે ટીવી ઉઠાવીને બીજા ખૂણામાં રાખી શકો છો.
  • દીવાલ ખરાબ થવાથી બચાવ: દીવાલ પર ટીવી ટાંગવા માટે ડ્રિલિંગ કરવું પડે છે, જેનાથી દીવાલમાં કાણાં પડી જાય છે. ટેબલ પર રાખવાથી દીવાલો સુરક્ષિત રહે છે.

તમારા માટે શું છે ફાયદાનો સોદો?

  • વૉલ માઉન્ટ પસંદ કરો: જો તમારા ઘરમાં નાના બાળકો હોય, રૂમ નાનો હોય અથવા તમે એક સાફ અને મોર્ડન લુક ઈચ્છતા હોવ.
  • ટેબલ ટોપ પસંદ કરો: જો તમે ભાડાના મકાનમાં રહેતા હોવ, વારંવાર ઘર બદલતા હોવ અથવા તમને પ્લગ અને કેબલ બદલવામાં સરળતા જોઈતી હોય.

બજેટની દ્રષ્ટિએ બંનેમાં બહુ મોટો તફાવત નથી. સુરક્ષા અને સ્પેસ સેવિંગ માટે દીવાલ પર ટાંગવું વધુ સારું છે, જ્યારે સગવડ અને ફેરફાર માટે ટેબલ પર રાખવું યોગ્ય માનવામાં આવે છે.