Advanced Search (એડવાન્સ સર્ચ)
ગયા વર્ષે વૉટ્સએપમાં એક કામનુ ફિચર આવ્યુ જેનુ નામ એડવાન્સ સર્ચ છે, આ ફિચરનો ઉપયોગ કરીને યૂઝર ખુબ સમય બચાવી શકે છે. આ ફિચરની મદદથી તમે તસવીરો, ઓડિયો, વીડિયો, ડૉક્યૂમેન્ટ, લિંક સહિતની તમામ વસ્તુઓ આસાનીથી સ્રચ કરી શકો છો. આ માટે તમારે કોઇપણ એક ઓપ્શન પર ટેપ કરવુ પડશે. તમે જ્યારે સર્ચમાં કોઇ ટાઇપ કરશો તો સામે આ વસ્તુઓ આવી જશે.
QR Code (ક્યૂઆર કૉડ)
વૉટ્સએપમાં થોડાક મહિના પહેલા ક્યૂઆર કૉડ ફિચર યૂઝર્સ માટે રિલીઝ કર્યુ હતુ. આ ફિચરનો ઉપયોગ કરીને તમે કોઇપણ કન્ટેન્ટને પોતાના ફોનમાં એડ કરી શકો છો. આ માટે તમારે તેનો નંબર સેવ કરવાની જરૂરર નથી. જેવુ તમે તમારા વૉટ્સએપથી બીજા વ્યક્તિનો ક્યૂઆર કૉડ સ્કેન કરશો, તેવો જ તેનો નંબર તમારા ફોનમાં આવી જશે. આ પછી તમે તેને સેવ કરી શકો છો. આ ઉપરાંત તમે પણ પોતાનો ક્યૂઆર કૉડ શેર કરી શકો છો. જેવો કોઇ વ્યક્તિ તમારો ક્યૂઆર કૉડ સ્કેન કરશે તમારી કન્ટન્ટ નંબર તેના ફોનમાં સેવ થઇ જશે. આ ફિચર માટે તમારે વૉટ્સએપના સેટિંગમાં જવુ પડશે, ત્યાં તમને આ ઓપ્શન મળી જશે.