Apple News: ટેકનોલોજીનો ઉપયોગ સામાન્ય રીતે લોકોના જીવનને સુગમ અને સરળ બનાવવા માટે થાય છે. પરંતુ કેટલીકવાર આ ટેક્નોલોજી કેટલાક લોકો માટે જીવનભરનો પાઠ બની જાય છે. આવો જ એક કિસ્સો બ્રિટનમાંથી સામે આવ્યો છે. જ્યાં એક પુરુષના તેની પત્નીથી છૂટાછેડા થઈ જાય છે. જે બાદ તે વ્યક્તિએ એપલ કંપની પર 6.3 મિલિયન ડોલરનો કેસ કર્યો છે.


વાસ્તવમાં આ મામલો એપલના iMessages સાથે સંબંધિત છે. યુકે સ્થિત પ્રકાશન ધ ટાઈમ્સના અહેવાલ મુજબ, એક વ્યક્તિએ તેના છૂટાછેડા માટે એપલને જવાબદાર ઠેરવ્યું છે. વ્યક્તિના કહેવા પ્રમાણે, તેની પત્નીને સેક્સ વર્કર્સ સાથેના તેના સંબંધો વિશે ખબર પડી. જે બાદ મહિલાએ તેને છૂટાછેડા આપી દીધા હતા. વ્યક્તિના કહેવા પ્રમાણે, તેની પત્નીને આ બધું iMac ફીચર દ્વારા જાણવા મળ્યું હતું. જ્યાં ફોનમાંથી ડિલીટ થયા બાદ પણ iMessages ત્યાં સેવ થઈ ગયા હતા. વ્યક્તિને આ ફીચરની જાણ ન હતી, કે એપલનું સિંક ફીચર એક જ એપલ આઈડીવાળા ઉપકરણો પર મેસેજને સુરક્ષિત રાખે છે.


ટાઈમ્સના અહેવાલ મુજબ, વ્યક્તિએ લંડન સ્થિત લીગલ ફર્મ રોઝેનબ્લાટ દ્વારા એપલ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરી છે. મુકદ્દમામાં કંપની પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તે તેના ફંક્શન યોગ્ય રીતે જાણતા ન હોવાની વાત કહેવામાં આવી છે.


જો મને ફંક્શન વિશે ખબર હોત તો છૂટાછેડા ન થયા હોત


એપલ પર કેસ કરનાર વ્યક્તિએ કહ્યું છે કે જો તેને એપલના આ ફંક્શન વિશે ખબર હોત તો તેના છૂટાછેડા ન થયા હોત. તેમના કહેવા પ્રમાણે, તેમની પત્નીને આ વિશે ખૂબ જ ખોટી રીતે ખબર પડી હતી. જો તેણે તેની પત્નીને સારી રીતે સમજાવ્યું હોત તો કદાચ મામલો ઉકેલાઈ ગયો હોત અને તેનું લગ્નજીવન તૂટતા બચ્યું હોત.


એપલના iMessages ના કારણે છૂટાછેડા થયા
કેસ દાખલ કરનાર વ્યક્તિનું માનવું છે કે જો તમે તમારા ફોનમાંથી કંઈક ડિલીટ કરો છો, અને તમને કહેવામાં આવે છે કે તે ડિલીટ થઈ ગયું છે. તો તમને લાગશે કે એ વસ્તુ હંમેશ માટે ડિલીટ થઈ ગઈ છે. વ્યક્તિએ કહ્યું કે જો મેસેજમાં એવું લખવામાં આવ્યું હોત કે આ મેસેજ ફક્ત આ ડિવાઈસમાંથી જ ડિલીટ કરવામાં આવ્યા છે. તો પણ તમે સમજી જાત. તેણે વધુમાં કહ્યું કે આ ડિવાઈસમાં જ મેસેજ ડિલીટ કરવામાં આવ્યા છે. એમ કહીને વધુ સ્પષ્ટ રીતે સૂચવવામાં આવ્યું હોત. પરંતુ એપલમાં આવું થતું નથી.