Android યૂઝર્સ સાવધાન, ગૂગલ પ્લે સ્ટોરના 172 એપ્સમાં મળી આવ્યા વાયરસ
abpasmita.in | 03 Oct 2019 08:18 PM (IST)
વાયરસ કેટેગરીમાં એવી એપ્સ છે જે એડવેયર, સબ્સક્રિપ્શન સ્કેમ્સ, છુપાયેલી જાહેરાત, એસએમએસ પ્રીમિયમ સબ્સક્રિપ્શન અને અન્ય વસ્તુથી પ્રભાવિત કરવામાં આવ્યા છે. જે યુઝર્સને પરેશાન કરી શકે છે.
નવી દિલ્હી: એન્ડ્રોઈડની 172 એપ્સમાં વાયરસ હોવાનો એક સંશોધનકર્તાએ દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે આ એપ્સને 33.5 કરોડ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. થ્રેટપોસ્ટની એક રિપોર્ટ પ્રમાણે, ઇએસઇટી સંશોધનકર્તા લુકસ સ્ટેફેન્કોએ કહ્યું કે ‘આ 172 એપ્સમાં મોટાભાગના એપ્સના કારણે એડવેયર(અનિચ્છનીય જાહેરાત) આવે છે. થ્રેટપોસ્ટે સ્ટેફેંકોના હવાલાથી જણાવ્યું કે, એડવેયર એક પ્રસિદ્ધ શ્રેણી છે કારણ કે ઇન્સ્ટોલેશન બાદ તેમાં બેન્કિગ ટ્રોઝન કોઈ ઇનપૂટ માટે કહેવામાં આવતું નથી અને તેમાં ડેવલપર્સ માટે શુરૂઆતથી જ સરળતાથી પૈસા કમાવી શકાય છે. ’ સ્ટેફેંકોએ કહ્યું, એડવેયર બનાવવું એન્ડ્રોઈડ રેનસમવેર કે બેન્કિંગ ટ્રોઝન્સ બનાવવા સરળ છે. વાયરસ કેટેગરીમાં એવી એપ્સ છે જે એડવેયર, સબ્સક્રિપ્શન સ્કેમ્સ, છુપાયેલી જાહેરાત, એસએમએસ પ્રીમિયમ સબ્સક્રિપ્શન અને અન્ય વસ્તુથી પ્રભાવિત કરવામાં આવ્યા છે. જે યુઝર્સને પરેશાન કરી શકે છે. રિપોર્ટ પ્રમાણે, વાયરલ યુક્ત મળેવી મોટાભાગની એપ્સ હટાવી દેવામાં આવી છે. ગુગલે ગત મહીને ચીની મોબાઈલ ડેવલપર આઈહેન્ડીના 46 એપ્સ માર્કેટ પ્લેસમાંથી હટાવી દીધી છે.