વિવોએ તાજેતરમાં જ વૈશ્વિક બજારમાં Vivo Y27 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. કંપનીએ આ ફોનનું 4G વેરિઅન્ટ એટલે કે Vivo Y27 4G ભારતીય બજારમાં લોન્ચ કર્યું છે. કંપની છેલ્લા કેટલાક સમયથી આ ફોન પર ટીઝ કરી રહી હતી. ફોનમાં તમને મોટી LCD સ્ક્રીન, 50MP કેમેરા અને 5000mAh બેટરી જેવા ફીચર મળશે. ફોન ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ સાથે આવે છે. બ્રાન્ડે આ ડિવાઇસને 15,000 રૂપિયાના બજેટમાં લોન્ચ કર્યું છે. જાણીએ આ ફોનની કિંમત અને તેના ખાસ ફીચર્સ વિશે.


કિંમત કેટલી છે?


Vivoએ આ ફોનને બે કલર ઓપ્શન સાથે લોન્ચ કર્યો છે Burgundy Black અને Garden Green. ફોન માત્ર એક કોન્ફિગ્રેશન 6GB RAM અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટમાં આવે છે. આ હેન્ડસેટ 14,999 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે અને કંપનીનું ફોકસ ઓફલાઈન માર્કેટ પર છે. તમે આ ફોન ફ્લિપકાર્ટ, અમેઝોન સાથે તમામ મોટા રિટેલ સ્ટોર્સ પરથી ખરીદી શકશો.


Vivo Y27 માં સ્પેસિફિકેશન શું છે?


આ Vivo ફોન 6.64-ઇંચ IPS LCD ડિસ્પ્લે સાથે આવે છે. આમાં તમને ફુલ HD+ રિઝોલ્યુશન અને વોટરડ્રોપ નોચ મળે છે. ફોન MediaTek Helio G85 પ્રોસેસર પર કામ કરે છે. Vivo Y27 ને 6GB RAM અને 128GB સ્ટોરેજ મળે છે. તમે માઇક્રો એસડી કાર્ડની મદદથી ફોનની સ્ટોરેજ વધારી શકો છો.


હેન્ડસેટ Android 13 પર આધારિત Funtouch OS 13 પર કામ કરે છે. તેમાં 50MP ના પ્રાથમિક લેન્સ સાથે ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે. તેમાં 2MP મેક્રો લેન્સ છે. ફ્રન્ટમાં કંપનીએ 8MP સેલ્ફી કેમેરો આપ્યો છે. ડિવાઇસને પાવર આપવા માટે 5000mAh બેટરી આપવામાં આવી છે, જે 44W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. સિક્યોરિટી માટે કંપનીએ સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપ્યું છે. ફોન IP54 રેટિંગ સાથે આવે છે.