કૉલ કરવા હવે થઇ જશે મોંઘા, વૉડાફોન-એરટેલ આગામી વર્ષે આટલા ટકા વધારી શકે છે ટેરિફ પ્રાઇસ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Nov 2020 12:24 PM (IST)
વૉડાફોન-આઇડિયા અને એરટેલ પોતાના ટેરિફ પ્લાનની કિંમતમાં 15-20 ટકા સુધીનો વધારો કરવા જઇ રહી છે. આ કંપનીઓ હાલ નુકશાનમાં ચાલી રહી છે, અને આ કારણે ટેરિફ પ્લાનમાં વધારો કરવાનુ વિચારી રહી છે
નવી દિલ્હીઃ આગામી વર્ષથી ફરી એકવાર ફોન પર વાત કરવા માટે વધારે પૈસા ચૂકવવા પડી શકે છે. વૉડાફોન-આઇડિયા અને એરટેલ પોતાના ટેરિફ પ્લાનની કિંમતમાં 15-20 ટકા સુધીનો વધારો કરવા જઇ રહી છે. આ કંપનીઓ હાલ નુકશાનમાં ચાલી રહી છે, અને આ કારણે ટેરિફ પ્લાનમાં વધારો કરવાનુ વિચારી રહી છે. વળી, આ બન્ને કંપનીઓ રિલાયન્સ જિઓને ધ્યાનમા રાખીને પોતાના ટેરિફ પ્લાનમાં વધારો કરશે. 25 ટકા સુધીનો વધારો આની સાથે જોડાયેલા એક શખ્સ અનુસાર હજુ ટેલિકૉમ કંપનીઓ રેગ્યૂલેટરની તરફથી ફ્લૉર પ્રાઇસ ફિક્સ કરવાનો ઇન્તજાર કરી રહી છે. જોકે કંપનીઓ 25 ટકા ટેરિફ પ્લાન વધારવા ઇચ્છે છે, પરંતુ એકસાથે આટલો બધો વધારો સંભવ નથી. વૉડાફોન, એરટેલ અને જિયોએ ગયા વર્ષે ટેરિફ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો હતો. પહેલા જ મળ્યા હતા સંકેત વૉડાફોન-આઇડિયાના એમડી રવિન્દર ટક્કરનુ કહેવુ છે કે ટેરિફના ભાવ હજુ વધશે. ટક્કરે વર્ષની બીજા ત્રિમાસિક પરિણામો બાદ જ ભાવ વધારવાના સંકેતો આપી દીધા હતા. તેમને કહ્યું હતુ કે યોગ્ય સમયે ભાવો વધારવામાં આવશે. હાલ વૉડાફોન પ્રતિ યૂઝર 119 રૂપિયા, એરટેલ 162 રૂપિયા અને રિલાયન્સ જિઓ 145 રૂપિયા પ્રતિ યૂઝરના હિસાબથી ચાર્જ કરે છે.