નવી દિલ્હીઃ દેશમાં ત્રણ વર્ષ પહેલા થયેલા ટેલિકૉમ સેક્ટરમાં મોટા મર્જર બાદ વોડાફોન અને આઇડિયાએ આજે રિબ્રાન્ડિંગની જાહેરાત કરી છે. કંપનીએ આજે મોટી જાહેરાત કરી છે કે હવે વોડાફોન-આઇડિયા Vi બ્રાન્ડ નેમથી ઓળખાશે. આજે કંપનીએ એ પણ કહ્યું કે, તે કર્જમુક્ત કંપનીની દિશામાં આગળ વધવાની યોજના પર કામ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે બ્રિટિશ કંપની વોડાફોન અને ભારતની આદિત્ય બિરલા ગૃપની પાસે વોડાફોન-આઇડિયાનો માલિકી હક્ક છે, અને ત્રણ વર્ષ પહેલા બન્ને કંપનીઓએ હાથ મિલાવીને એકબીજાનુ મર્જર કરી લીધુ હતુ, રિલાયન્સ જિઓની બાદ ટેલિકૉમ સેક્ટરમાં વધતી પ્રતિસ્પર્ધાના કારણે આ બન્નેએ હાથ મિલાવ્યો હતો.
વોડાફોન-આઇડિયાના સીઇઓએ કહ્યું કે, આ એક મોટુ પગલુ છે, અને બન્ને કંપનીઓના કન્સૉલિડેશનની પ્રક્રિયાને પુરી કરવાની જાહેરાત છે. વૉડાફોન-આઇડિયાના સીઇઓ અનુસાર કંપનીનુ ટેરિફ પણ વધારવાની યોજના છે, અને આના દ્વારા કંપનીની રેવન્યૂ વધારવામાં આવશે.
Vodafone-Ideaનુ થયુ રિબ્રાન્ડિંગ, હવે Vi બ્રાન્ડથી ઓળખાશે આ ટેલિકૉમ દિગ્ગજ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Sep 2020 02:25 PM (IST)
વોડાફોન-આઇડિયાના સીઇઓએ કહ્યું કે, આ એક મોટુ પગલુ છે, અને બન્ને કંપનીઓના કન્સૉલિડેશનની પ્રક્રિયાને પુરી કરવાની જાહેરાત છે. વૉડાફોન-આઇડિયાના સીઇઓ અનુસાર કંપનીનુ ટેરિફ પણ વધારવાની યોજના છે, અને આના દ્વારા કંપનીની રેવન્યૂ વધારવામાં આવશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -