WhatsApp New Facility: મેસેજિંગ અને કૉલિંગ માટે લોકોની પહેલી પસંદ બની ચૂકેલી વૉટ્સએપ (Whatsapp) હવે પોતાના યૂઝર્સને એક નવી સુવિધા આપવાનુ છે. આ સુવિધા બાદ વૉટ્સએપના એક કૉલ પર વધુમાં વધુ સંખ્યામાં લોકો જોડાઇ શકશે. સંદેશ મોકલવા અને કૉલ કરવાની સુવિધા આપનારા મંચ પર વૉટ્સએપ પોતાની એપ દ્વારા વીડિયો અને વૉઇસ કૉલ (Video and Voice Call) સાથે જોડાવવા માટે ‘લિન્ક’ મોકલવાની સુવિધા પણ શરૂ કરશે. આ સુવિધા શરૂ થયા બાદ યૂઝર્સ વૉટ્સએપ પર જ મીટિંગ, પરિવાર અને દોસ્તો વાતચીત કરી શકશે. 


વૉટ્સએપની મૂળ કંપની મેટા (Meta) ના મુખ્ય કાર્યપાલક અધિકારી (CEO) માર્ક ઝકરબર્ગે (Mark Zuckerberg) બતાવ્યુ કે કંપનીએ વૉટ્સએપ પર 32 લોકો સુધીના ગૃપ માટે વીડિયો કૉલની સુવિધા માટે ટેસ્ટિંગ શરૂ કરી દીધુ છે. અત્યારે વૉટ્સએપ (Whatsapp) દ્વારા વીડિયોથી આઠ લોકો જોડાઇ શકે છે. માર્ક ઝકરબર્ગે સોશ્યલ મીડિયા મંચ ફેસબુક (Facebook) પર એક પૉસ્ટમાં કહ્યું - અમે આ અઠવાડિયાથી વૉટ્સએપ પર ‘કૉલ લિન્ક’ સુવિધા શરૂ કરી રહ્યાં છીએ જેથી તમે એક ક્લિક કરીને કોઇપણ કૉલ સાથે જોડાઇ શકશો. અમે 32 લોકો સુધી સુરક્ષિત ‘એન્ક્રિપ્ટેડ’ વીડિયો કૉલિંગનુ પણ ટેસ્ટિંગ કરી રહ્યાં છીએ. 


અપડેટ કરવી પડશે એપ - 
માર્ક ઝકરબર્ગે જાણકારી આપી છે કે, યૂઝર્સ કૉલના ઓપ્શનમાં જઇને ‘કૉલ લિન્ક’ બનાવી શકશે અને આને પોતાના પરિવાર અને દોસ્તોની સાથે શેર કરી શકશે. કૉલ લિન્કનો ઉપયોગ કરવા માટે વૉટ્સએપ ઉપયોગકર્તાને એપને ‘અપડેટ’ કરવુ પડશે. વૉટ્સએપની સુવિધા બાદ અન્ય એપને ઝટકો લાગી શકે છે, કેમ કે વૉટ્સએપ પહેલાથી જ લોકોની વચ્ચે ખુબ ચર્ચિત એપ છે, અને અન્ય એપની સરખામણીમાં લોકો આને ઉપયોગ કરવાનુ પસંદ કરે છે.


WhatsApp પર આવી રહ્યું છે 'Do Not Disturb' વાળુ Missed Call એલર્ટ ફિચર, જાણો કઇ રીતે કરશે કામ......
Whatsapp New Feature: WhatsAppના દુનિયાભરમાં કરોડો યૂઝર્સ છે. પોતાના યૂઝર્સને કંપની અવાર નવાર નવુ નવુ અપડેટ આપીને સુવિધામાં વધારો કરતી રહી છે. હવે આ કડીમાં વધુ એક ફિચર્સ એડ થઇ જશે. વૉટ્સએપ બહુ જલદી પોતાના યૂઝર્સ માટે એક નવુ ફિચર ‘Do not Disturb’ API (એપ્લિકેશન પ્રૉગ્રામિંગ ઇન્ટરફેસ) લઇને આવી રહી છે. આ ફિચરના આવ્યા બાદ યૂઝરને વૉટ્સએપ પર આઇ કૉલની જાણકારી મળી જશે. આજે અમે તમને આ રિપોર્ટમાં આ ફિચર વિશે બધી ડિટેલમાં વાત કરીશું. 


Wabetainfo નો રિપોર્ટ - 
Wabetainfo (વૉટ્સએપના તમામ અપડેટ પર નજર રાખનારી એક પબ્લિકેશન)ના લેટેસ્ટ રિપોર્ટમાં આ નવા Missed Call એલર્ટ ફિચરની જાણકારી મળી છે. રિપોર્ટ અનુસાર, WhatsApp જલદી જ એક નવુ ‘Do not Disturb’ મિસ્ડ કૉલ એલર્ટ ફિચર લઇને આવવાની છે. આ નવા અપડેટ બાદ તમને વૉટ્સએપ પર આઇ મિસ્ડ કૉલની જાણકારી ચેટમાં મળશે. ઉલ્લેખનીય છે કે, વૉટ્સએપ કૉલ કે પછી આ નવા અપડેટ બાદ ‘Do not Disturb’નુ એલર્ટ મળસે. જે હશે તો  પછી તમને પણ બતાવશે કે 'Do not Disturb' મૉડ ઓન થયા બાદ તમને આ મિસ કૉલ આવ્યો છે. રિપોર્ટમાં આનો સ્ક્રીનશૉટ પણ શેર કરવામાં આવ્યો છે કે એલર્ટ કઇ રીતે કામ કરે છે.


અત્યાર iOS બીટા યૂઝર્સને આ અપડેટ મળી રહ્યું હતુ, પરંતુ હવે Android વૉટ્સએપ બીટા યૂઝર્સને પણ આ ફિચર મળી ચૂક્યુ છે. આમા તો આના પર હાલમાં કામ ચાલી રહ્યું છે. જેને થોડાક સમય બાદ યૂઝર્સ માટે રૉલઆુટ કરવામાં આવી શકે છે.