નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ ટુકસમયમાં બે નવા જબરદસ્ત ફિચર લૉન્ચ કરવાની તૈયારીમાં છે. આ બન્ને ફિચર પર હાલ કામ ચાલી રહ્યું છે. એક ફિચર ગ્રુપ વીડિયોને લગતુ છે, બીજુ ફિચર કૉલ હેડરનું છે.


વૉટ્સએપ વીડિયો કૉન્ફરન્સિંગ પ્લેટફોર્મ ઝૂમને ટક્કર આપવા માટે એક કૉલિંગ ફિચર પર કામ કરી રહ્યું છે, આમાં કૉલનો દાયરો વધાવામાં આવશે.

વૉટ્સએપ બીટામાં આ હિન્ટ મળી છે, ગ્રુપ વીડિયો કૉલમાં વધુ લોકો એડ થઇ શકે છે તે માટે ગ્રુપ વીડિયો કૉલ્સની લિમીટ વધારવા માટે વૉટ્સએપ કામ કરી રહ્યું છે. WABetainfo વેબસાઇટમાં પણ એ વાતનો દાવો કરવામાં આવ્યો છે કે વૉટ્સએપ ટુંકસમયમાં એન્ડ્રોઇડમાં આ ફેસિલિટી આપી શકે છે. જોકે, ગ્રુપ કૉલની લિમીટ કેટલી વધારવામાં આવશે તેની માહિતી હજુ સુધી આપવામા આવી નથી.



બીજા ફિચરની વાત કરી એ તો Android v2.20.129 વર્ઝનમાં એક નવુ કૉલ હેડર આવ્યુ છે. ખરેખરમાં આ કૉલ હેડરમાં આ મેન્શન થશે કે કૉલ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ છે.

આ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડનો મતબલ છે કે આ બે લોકોની વચ્ચે કરવામાં આવેલી વાતનો ડેટા ના વૉટ્સએપ ડિકૉક કરી શકશે કે ના કોઇ એજન્સી.