WABetaInfoનુ માનીએ તો લેટેસ્ટ વૉટ્સએપ બીટા ફૉર એન્ડ્રૉઇડ વર્ઝન અનુસાર, હવે વૉટ્સએપ ગ્રુપ નૉટિફિકેશન્સ મ્યૂટ કરવા પર યૂઝર્સને વન યર ઓપ્શનની જગ્યાએ ઓલવેઝનો ઓપ્શન મળશે. આ ફિચર આવ્યા બાદ યૂઝર્સ ખુદ સેટિંગ્સ ચેન્જ કરશે ત્યાં સુધી વૉટ્સએપ નૉટિફિકેશન્સ મ્યૂટ રહેશે.
આ પહેલા વૉટ્સએપના યૂઝર્સને કોઇપણ ગ્રુપના નૉટિફિકેશનને એક વર્ષ સુધી મ્યૂટ રાખી શકતા હતા. પરંતુ હવે આનાથી ઓલવેઝનો ઓપ્શન મળશે. આ ફિચર એ લોકો માટે ખાસ થઇ શકે છે જે કોઇ ગ્રુપમાં જોડાયેલા છે. ચેટ અને મેસેજ જોઇ શકો છો, અને મ્યૂટ હોવા પર દરેક મેસેજ આવતા જ યૂઝર્સને તેનુ નૉટિફિકેશન નથી આપવામાં આવતુ.
ખાસ વાત છે કે, હાલ આ ઓપ્શન વૉટ્સએપના બીટા વર્ઝન પર મળી રહ્યું છે, અને દરેક યૂઝર્સને સેટિંગ્સમાં નથી દેખાતુ. બીટા યૂઝર્સ પોતાની એપને પ્લે સ્ટૉર પર અપડેટ કરીને ઉપયોગ કરી શકો છો.