નવી દિલ્હી:  શાઓમીએ (Xiaomi)એ તાજેતરમાં જ  Mi 11 સીરિઝના સ્માર્ટફોન લોન્ચ કરી દીધા છે. તેમાં  Mi 11 Pro અને Mi 11 Ultra સામેલ છે. શાઓમીએ પોતાના ટ્વિટર ખુલાસો કર્યો છે કે,  Mi 11 Ultra ભારતમાં લોન્ચ કરવામાં આવશે. 



શાઓમી (Xiaomi) ઇન્ડિયાના હેડ અને ગ્લોબલ વાઇસ પ્રેસિડેન્ટ મનુ કુમાર જૈને ટ્વીટ કરીને આ ફોનના લોન્ચિંગ વિશે જાણકારી આપી છે. મનુ જૈને લખ્યું છે કે  Mi 11 Ultra એ અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ અને પ્રીમિયમ ફ્લેગશિપ સ્માર્ટફોન છે. તેણે આ  સ્માર્ટફોનને સુપર ફોન ગણાવ્યો છે. સાથે DXOને ટાંકીને આ ફોનનો વર્લ્ડ બેસ્ટ કેમેરાવાળો સ્માર્ટફોન ગણાવ્યો છે. 




તેમણે વધુમાં લખ્યું છે કે વિશ્વનો આ પહેલો સ્માર્ટફોન છે જેમાં 50MP+48MP + 48MP કેમેરા સેટઅપ છે.   Mi 11 Ultra, શાઓમીનો અત્યાર સુધીનો સૌથી પાવરફુલ સ્માર્ટફોન છે. આ ફ્લેગશિપ ફોન પાવરફુલ ચિપસેટ દ્વારા સંચાલિત છે. આ સ્માર્ટફોનના ફિચર્સ પહેલાજ જાહેર થઈ ચુક્યા છે, કારણ કે આ ફોન ચીનમાં પહેલેથી જ લોન્ચ થઈ ચૂક્યો છે.  ભારતમાં આ સ્માર્ટફોન 23 એપ્રિલ 2021ના રોજ લોન્ચ કરવામાં આવશે.



 


Mi 11 Ultra ફીચર્સ  


Mi 11 Ultra સ્માર્ટફોનમાં  Miન 11 Proની ડિસ્પ્લે સાઈઝ છે, જેથી તમને  QHD + રિઝોલ્યૂશનવાળી 6.8 ઈંચની  E4 AMOLED સ્ક્રીન સાથે  120Hz રિફ્રેશન રેટ અને ડોલ્બી વિઝનનો પણ સપોર્ટ મળશે. આ સ્માર્ટફોનમાં  Qualcomm Snapodragon 888 પ્રોસેસર આપવામાં આવ્યું છે.  ફોનમાં  5,000mAhની દમદાર બેટરી આપવામાં આવી છે. જે 67W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટો કરે છે. 


 


Xiaomiએ પોતાનો પહેલો ફૉલ્ડેબલ સ્માર્ટફોન કર્યો લોન્ચ


Xiaomiએ પોતાનો પહેલો ફૉલ્ડેબલ સ્માર્ટફોન (First Foldable Mobile Phone) Mi MIX Fold લૉન્ચ કરી દીધો છે. જોકે આને હજુ ચીનમાં જ લૉન્ચ કરવામાં આવ્યો છે. ફોનમાં (Xiaomi) કંપનીએ ઇનૉવેટિવ કેમેરાનો ઉપયોગ કર્યો છે. આના શ્યાઓમીએ લિક્વિડ લેન્સ નામ આપ્યુ છે. સાથે જ Mi MIX Fold સ્માર્ટફોનમાં ફ્લેગશિપ ચિપસેટ ઉપરાંત બેસ્ટ ક્વૉલિટીના સ્પીકર પણ આપવામાં આપવામાં આવ્યા છે. એટલુ જ નહીં ફોન (Mi MIX Fold) દમદાર ક્વાલકૉમ સ્નેપડ્રેગન 888 પ્રૉસેસર વાળો છે. 



Xiaomi Mi MIX Foldના 12GB રેમ અને 256GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત ચીનમાં CNY 9,999 એટલે કે લગભગ 1,11,742 રૂપિયા છે. વળી આના 12GB રેમ અને 512GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત CNY 10,999 એટલે લગભગ 1,22,917 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ચીનમાં આ ફોન 16 એપ્રિલથી ખરીદી શકાશે.