નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન મેકર શ્યાઓમી પોતાની રેડમી નૉટ 10 સીરીઝ ચાર માર્ચે ગ્લૉબલી લૉન્ચ કરવા જઇ રહી છે. આ સીરીઝ અંતર્ગત રેડમી Note 10, Redmi Note 10 Pro અને Redmi Note 10 Pro Max સ્માર્ટફોન માર્કેટમાં ઉતારવામાં આવી શકે છે. વળી, લૉન્ચ પહેલા આ સ્માર્ટફોન સાથે જોડાયેલી કેટલીક ડિટેલ્સ સામે આવી છે. જાણો સ્પેશિફિકેશન્સ....


Redmi Note 10 અને Redmi Note 10 Proની સ્પેશિફિકેશન્સ....
Redmi Note 10માં 6 GB રેમ અને 64 GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવી શકે છે. ફોનમાં 6.43 ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી શકે છે, પરફોર્મન્સ માટે આમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 678 પ્રૉસ્સર મળી શકે છે. વળી Redmi Note 10 Proમાં 8 GB રેમ અને 128 GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની સાથે ઉતારવામાં આવી શકે છે. આ બન્ને સ્માર્ટફોન એન્ડ્રોઇડ 11 બેઝ્ડ MIUI 12 પર કામ કરશે. આમાં 4G અને 5G કનેક્ટિવિટી ઓપ્શન આપવામાં આવી શકે છે. આમાં પાવર માટે 5050mAhની બેટરી આપવામાં આવી શકે છે.

Redmi Note 10 Pro Maxની સ્પેશિફિકેશન્સ....
Redmi Note 10 Pro Maxમાં 6 GB રેમ અને 64 GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવી શકે છે. સાથે આમાં ક્વાડ રિયર કેમેરા સેટઅપ મળી શકે છે, જેનો પ્રાઇમરી કેમેરો 108 મેગાપિક્સલનો હોવાની આશા છે, પ્રૉ મેક્સ વેરિએન્ટમાં પણ 5050mAhની બેટરી મળી શકે છે.