Google Deal News: ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ એક મોટો સોદો કરવા જઈ રહી છે. આ ડીલની મદદથી કંપની સાયબર સિક્યૂરિટી સ્ટાર્ટઅપ વિઝને હસ્તગત કરવા માંગે છે. આલ્ફાબેટ આ અંગે વાતચીત કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સમાંથી આ જાણકારી મળી છે. આ સોદો 23 બિલિયન યૂએસ ડૉલરનો હોઈ શકે છે.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાલમાં બંને કંપનીઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે. જો બધું બરાબર ચાલે છે, તો તે યુએસ $ 23 બિલિયનની કિંમતની ડીલ થઈ શકે છે. ઘણી વિગતોની હજુ ચર્ચા કરવાની જરૂર છે.


Alphabetએ મોટોરોલા મોબિલિટીને ખરીદી હતી 
આલ્ફાબેટે લગભગ એક દાયકા પહેલા US $12.5 બિલિયનમાં સૌથી મોટો સોદો કર્યો હતો. જ્યારે તેણે મોટોરોલા મોબિલિટી હસ્તગત કરી હતી.


Googleની સૌથી મોટી ડીલ Wizની સાથે થઇ શકે છે- 
હવે જો બધું બરાબર રહ્યું તો વિઝનું એક્વિઝિશન ગૂગલનું સૌથી મોંઘું બની શકે છે. વિઝના હસ્તાંતરણની મદદથી આલ્ફાબેટ સાયબર સુરક્ષામાં સફળતા હાંસલ કરી શકે છે.


જાણો શું છે Wiz અને ક્યારે થઇ હતી શરૂઆત ? 
વિઝ 2020માં શરૂ કરવામાં આવી હતી. તેનું મુખ્ય મથક ન્યૂયોર્કમાં છે. વિઝે રોકાણકારો પાસેથી આશરે US$2 બિલિયન એકત્ર કર્યા છે. આ સ્ટાર્ટઅપનું નેતૃત્વ ઇઝરાયેલના સ્થાપક અને માઇક્રૉસૉફ્ટના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ અસફ રેપાપોર્ટ કરે છે. હવે આ સ્ટાર્ટઅપની કિંમત 12 બિલિયન યુએસ ડૉલર છે. તેની સંશોધન અને વિકાસ સુવિધા તેલ અવીવમાં સ્થિત છે.


Wiz કંપનીઓને સુરક્ષા પૂરી પાડે છે, જેથી તેઓ તેમના ક્લાઉડ પ્રૉગ્રામ્સને સુરક્ષિત રાખી શકે. આ દરેક માટે મહત્વપૂર્ણ છે જેથી તેઓ તેમની કંપનીના દસ્તાવેજો, સૉફ્ટવેર અને ડેટા સ્ટૉરેજને સુરક્ષિત રાખી શકે. વિઝે હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર માહિતી આપી નથી.


કેટલીય દિગ્ગજ કંપનીઓ સાથે કરી રહી છે કામ 
વિઝ એ સાયબર સિક્યૂરિટી સ્ટાર્ટઅપ કંપની છે, જે ઇઝરાયેલમાં શરૂ કરવામાં આવી હતી. હાલમાં કંપનીનું હેડક્વાર્ટર ન્યૂયોર્ક, અમેરિકામાં છે. આ કંપની ક્લાઉડ આધારિત સાયબર સુરક્ષા સર્વિસ પૂરી પાડે છે. ઝડપથી વધી રહેલી આ નવી કંપનીના ગ્રાહકોમાં મૉર્ગન સ્ટેનલી અને ડૉક્યૂસાઇન જેવા મોટા નામોનો સમાવેશ થાય છે. કંપની માઇક્રોસોફ્ટ અને એમેઝોન જેવી અગ્રણી ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓની ભાગીદાર પણ છે.


કેટલાય દેશોમાં કારોબાર ફેલાવી ચૂકી છે વિઝ 
વિઝનું કામ ઘણા દેશોમાં ફેલાયેલું છે. કંપનીના અમેરિકા, યૂરોપ, એશિયા અને ઇઝરાયેલમાં 900 કર્મચારીઓ છે. કંપની આ વર્ષે વધુ 400 કર્મચારીઓની ભરતી કરવાની યોજના પર કામ કરી રહી છે. કંપની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ વાસ્તવિક સમયમાં સાયબર જોખમોને ઓળખવા માટે કરે છે અને તેને રોકવા માટે પગલાં લે છે. વર્ષ 2023માં વિજની આવક લગભગ $350 મિલિયન હતી.


એક દાયકા પહેલા થયો હતો આ મોટો સોદો 
આ ડીલ ગૂગલ માટે નવો ઈતિહાસ લખી શકે છે. ગૂગલે તેના દાયકાઓ-લાંબા ઇતિહાસમાં ક્યારેય આટલો મોટો સોદો કર્યો નથી. અત્યાર સુધી ગૂગલનો સૌથી મોટો સોદો મોટોરોલા મોબિલિટી ખરીદવાનો છે. તે સોદો 2012માં કરવામાં આવ્યો હતો અને ગૂગલે તેના પર $12.5 બિલિયનનો ખર્ચ કર્યો હતો. જો કે, તે સોદો Google માટે ખોટ કરનારો સાબિત થયો અને તેણે પાછળથી માત્ર $2.91 બિલિયનમાં મોટોરોલા મોબિલિટી વેચી. વિઝનો પ્રસ્તાવિત સોદો તે સોદા કરતા લગભગ બમણો થવાનો છે.