Google Chrome AI File Download: થોડા દિવસો પહેલા એવા અહેવાલો સામે આવ્યા હતા કે ગૂગલ ક્રોમ વપરાશકર્તાઓના ઉપકરણો પર તેમની જાણ વગર 4GB AI મોડેલ ફાઇલ ડાઉનલોડ કરી રહ્યું છે. આ ફાઈલનું નામ weights.bin નામ છે અને ગૂગલના ઓન-ડિવાઇસ જેમિની નેનો AI મોડેલ સાથે જોડાયેલ છે, જે સ્કેમ ડિટેક્શન, ઓટોફિલ સજેશન અને હેલ્પ મી રાઈટ જેવી સુવિધાઓને સપોર્ટ કરે છે.આ ફાઈલ 4GB ની છે, સ્ટોરેજ સાથે સંઘર્ષ કરી રહેલા વપરાશકર્તાઓ માટે આ ઘણી મોટી છે. જો તમે આ ફાઇલને તમારા ઉપકરણ પર ન ઇચ્છતા હોય તો તેને સરળતાથી કાઢી શકાય છે. આજે, અમે તમને બતાવીશું કે તેને કેવી રીતે હટાવવી અને ફરીથી ડાઉનલોડ થતી કઈ રીતે અટકાવવી.
સૌથી પહેલા જાણો આ ફાઇલની અંદર શું છે?
રિપોર્ટ્સ અનુસાર, આ ફાઇલ ગૂગલની જેમિની નેનો ઓન-ડિવાઇસ AI સિસ્ટમનો ભાગ છે. ક્લાઉડ-આધારિત સર્વર્સ પર આધાર રાખવાને બદલે ગૂગલ ચોક્કસ સુવિધાઓ ચલાવવા માટે વપરાશકર્તાઓના કમ્પ્યુટર પર સંગ્રહિત AI મોડેલનો ઉપયોગ કરે છે. આ ફાઇલ ક્રોમના એપ્લિકેશન ડેટા ફોલ્ડરમાં સંગ્રહિત છે અને ક્રોમના નવા વર્ઝન પર અપડેટ કર્યા પછી જોવા મળે છે. સૌથી મહત્વની વાત એ છે કે ક્રોમ તેને ડાઉનલોડ કરતા પહેલા વપરાશકર્તાને કોઈ સૂચના અથવા ચેતવણી પ્રદાન કરતું નથી.
આ પણ વાંચો- New Aadhaar Card Rules: આધાર કાર્ડ સાથે જોડાયેલા 5 નવા અપડેટ, જાણી લેશો તો સરળતાથી બનાવી શકશો ID
શું આ ફાઇલ તમારા ડિવાઈસ પર સ્ટોર છે?
સૌ પ્રથમ તમારે એ જોવાની જરૂર છે કે આ ફાઇલ તમારા ડિવાઈસ પર સ્ટોર છે કે નહીં. આ કરવા માટે તમારા MacBook પર Google ખોલો પછી એપ્લિકેશન સપોર્ટ ખોલો. ત્યાંથી, Chrome વિભાગ ખોલો અને Default પર જાઓ. અહીં "OptGuideOnDeviceModel" નામથી બનેલા ફોલ્ડરને ઓપન કરો. જો તમને તેમાં weights.bin નામની ફાઇલ દેખાય તો તેનો અર્થ એ કે તે તમારા ઉપકરણ પર ડાઉનલોડ થઈ ગઈ છે. Windows લેપટોપ પર, File Explorer ખોલો અને તેમાં “%LOCALAPPDATA%GoogleChromeUser Data” પેસ્ટ કરો. તેને દાખલ કર્યા પછી દેખાતી સૂચિમાં "OptGuideOnDeviceModel" નામનું ફોલ્ડર ખોલો. જો weights.bin નામની ફાઇલ તેમાં હોય તો આ મોડેલ તમારા ડિવાઈસ પર સ્ટોર થઈ ગયું છે.
તેને કેવી રીતે ડિલીટ કરવી?
જો તમે આ ફાઇલને ફોલ્ડરમાં જ કાઢી નાખો છો તો Chrome તેને ફરીથી ડાઉનલોડ કરી શકે છે. આનાથી છુટકારો મેળવવા માટે તમારે Chrome ની ઓન-ડિવાઇસ AI સુવિધાને ડિસેબલ કરવાની જરૂર પડશે. તમારું Chrome બ્રાઉઝર ખોલો સેટિંગ્સ પર જાઓ, પછી સિસ્ટમ પર જાઓ અને ઓન-ડિવાઇસ AI બંધ કરો. પછી તમે આ ફાઇલને ડિલીટ કરી શકો છો.
