Google Chrome: ગૂગલ હંમેશા પોતાના વેબ બ્રાઉઝર ગૂગલ ક્રૉમમાં (Google Chrome Browser) નવા ફિચર જોડતુ રહે છે. આ ફિચર્સ જ ગૂગલના બ્રાઉઝરને બાકી બ્રાઉઝરથી અલગ બનાવે છે. આ ફિચર્સની સીરીઝને વધારતા ગૂગલ પોતાના બ્રાઉઝરમાં એક નવુ ખાસ ફિચર એડ કરવા માટે તૈયાર છે. નવા ફિચરનુ નામ Quick Delete છે. ક્વિક ડિલીટ ફિચર અંતર્ગત તમે છેલ્લી 15 મિનીટની બ્રાઉઝિંગ હિસ્ટ્રીને આસાનીથી ડિલીટ કરી શકશો. હજુ સુધી એ જાણકારી સામે નથી આવી કે આ ફિચરને યૂઝર્સ માટે ઓફિશિયલી ક્યારે રૉલઆઉટ કરવામાં આવશે. જાણો ડિટેલ્સ....  


15 મિનીટની હિસ્ટ્રી સેકેન્ડ્સમાં થશે ડિલીટ - 
હાલમાં એન્ડ્રોઇડ અને આઇઓએસલ યૂઝર્સને ગૂગલ ક્રૉમમાં 4 અઠવાડિયા, 7 દિવસ, 24 કલાક અને છેલ્લા એક કલાકની બ્રાઉઝિંગ હિસ્ટ્રીને ડિલીટ કરવાનો ઓપ્શન મળે છે. ક્રૉમસ્ટૉરીના એક રિપોર્ટ અનુસાર, Google Chrome માં ક્વિક ડિલીટ નામનુ એક ફિચર એડ થવાનુ છે. ફિચર દ્વારા છેલ્લા 15 મિનીટની બ્રાઉઝિંગ હિસ્ટ્રીને થોડીક જ સેકન્ડોમાં ડિલીટ કરી શકશો. ખાસ વાત છે કે, ફિચરનો સપોર્ટ એન્ડ્રોઇડ અને iOS બન્નેમાં આપવામાં આવશે. જેમ કે ગૂગલે આ ફિચરને રૉલઆઉટને લઇને ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નથી કર્યુ, જોકે, આ ફિચરના આવ્યા બાદ તમને છેલ્લી 15 મિનીટમાં ઉપયોગમાં લેવામાં આવેલી એક-એક વેબસાઇટને સિલેક્ટ કરીને ડિલીટ કરવાની જરૂર નહીં પડે.


 


ChatGPT ને ટક્કર આપવા Google એ ઉતાર્યું પોતાનું AI ચેટબોટ 'બાર્ડ', યૂઝર્સ ફીડબેક માટે થયું લોન્ચ


Google New AI Chatbot: આ દિવસોમાં ટેક્નોલોજીની દુનિયામાં ઘણી ઉથલપાથલ ચાલી રહી છે. એક તરફ જ્યાં ChatGPT એ તેના પ્રશ્નોના જવાબ આપવાની ઝડપ અને સચોટતાથી લોકોના હોશ ઉડાવી દીધા છે, તો બીજી તરફ હવે તેની સાથે સ્પર્ધા કરવા માટે ગૂગલ પણ પોતાનો ચેટબોટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. ChatGPT ને ટક્કર આપવાની તૈયારી કરતી વખતે Google તેના AI પર ઝડપથી કામ કરી રહ્યું છે. ગૂગલે તેના ચેટબોટને બાર્ડ નામ આપ્યું છે. વપરાશકર્તાઓના પ્રતિભાવો માટે બાર્ડ શરૂ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં તે તમામ માટે શરૂ કરવામાં આવશે.


આલ્ફાબેટ કંપનીના સીઈઓ અને તેની પેટાકંપની ગૂગલ એલએલસીના સીઈઓ સુંદર પિચાઈએ પુષ્ટિ કરી છે કે ChatGPT સાથે સ્પર્ધા કરવા માટે દરેક માટે ટૂંક સમયમાં બાર્ડ લોન્ચ કરવામાં આવશે. હાલમાં, કંપનીએ તેને ફીડબેક માટે શરૂ કર્યું છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ જણાવ્યું કે, કંપની યુઝર્સના ફીડબેક લેવા માટે બાર્ડ નામની વાતચીતની એઆઈ સર્વિસ શરૂ કરી રહી છે. પરીક્ષણ પૂર્ણ થયા બાદ તેને ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે.


ChatGPT Google માટે ખતરો બની ગયું છે


આ સિવાય ગૂગલ તેના સર્ચ એન્જિનમાં AI ફીચર્સ ઉમેરવાની યોજના પર કામ કરી રહ્યું છે. સીઈઓ અનુસાર, બાર્ડ શરૂઆતમાં LaMDAના હળવા વર્ઝન પર કામ કરશે. જેના માટે ઓછા કોમ્પ્યુટીંગ પાવરની જરૂર પડે છે, જેથી વધુને વધુ યુઝર્સ તેનો ઉપયોગ કરી શકે. ગયા વર્ષના અંતે, ઓપન એઆઈએ માઈક્રોસોફ્ટના સમર્થન સાથે ચેટજીપીટી લોન્ચ કર્યું. જે થોડા દિવસોમાં ગૂગલ જેવી ટેક કંપની માટે ખતરો બની ગયો હતો. પરંતુ હવે ગૂગલ પણ ChatGPT સાથે સ્પર્ધા કરવા માટે ઝડપથી તૈયારીઓ કરી રહ્યું છે.









કંપનીએ OpenAI ના ChatGPT સાથે સ્પર્ધા કરવા માટે નવું AI ચેટબોટ બાર્ડ રજૂ કર્યું છે. તમને જણાવી દઈએ કે ChatGPT ટિક ટોક અને ઈન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મને હરાવીને ઈતિહાસમાં સૌથી ઝડપથી વિકસતી યુઝર એપ્લિકેશન બની ગઈ છે. ChatGPT જાન્યુઆરીમાં લોન્ચ થયાના માત્ર બે મહિના પછી 100 મિલિયન માસિક સક્રિય વપરાશકર્તાઓ સુધી પહોંચ્યું હતું.


ગૂગલે તાજેતરમાં એન્થ્રોપિકમાં $400 મિલિયન એટલે કે આશરે રૂ. 3,299 કરોડનું રોકાણ કર્યું છે. ગુગલ કે એન્થ્રોપિક બંનેએ રોકાણના અહેવાલ પર ટિપ્પણી કરી નથી, જોકે બંનેએ ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારી હેઠળ, ChatGPT જેવું AI ટૂલ તૈયાર થશે.