Google: તમે શું કરો છો, ક્યાં જાવ છો, તમારો મનપસંદ ખોરાક કયો છે, ગૂગલ બધું જ જાણે છે. આટલું જ નહીં, ગૂગલ તમારી સર્ચ અનુસાર સચોટ માહિતી આપે છે. તમે ગૂગલ પર જે પણ સર્ચ કર્યું છે, દરેક માહિતી તમારા ગૂગલ એકાઉન્ટમાં સેવ થઈ જાય છે. તમારો વ્યક્તિગત ડેટા હંમેશા Google માટે ઍક્સેસિબલ હોય છે.


આવી સ્થિતિમાં તે સ્પષ્ટ છે કે ગૂગલ પાસે તમારો સંપૂર્ણ ઇતિહાસ છે. જો તમે નથી ઇચ્છતા કે Google તમારી તમામ માહિતીનો રેકોર્ડ રાખે તો તમારે આ માટે કેટલાક સ્ટેપને ફોલો કરવા પડશે. તમે Google હિસ્ટ્રી ડિલિટ કરી શકો છો. તમે Google ટ્રેકિંગ બંધ કરી શકો છો. તેની માહિતી આગળ જાણો.


 


પીસીમાંથી ગૂગલ હિસ્ટ્રી કેવી રીતે ડિલીટ કરવી


-પીસીમાંથી ગૂગલ સર્ચ હિસ્ટ્રી કેવી રીતે ડિલીટ કરવી. આ માટે તમે ક્રોમ બ્રાઉઝરની મદદ લઈ શકો છો. ખૂબ જ સરળ સ્ટેપ નીચે આપેલ છે.


-તમારા PC ના Chrome બ્રાઉઝર પર જાઓ અને જમણી બાજુના ત્રણ ડોટ પર ક્લિક કરો.


-આ પછી તમે હિસ્ટ્રી ઓપ્શન પર જાવ


-પછી ક્લિયર બ્રાઉઝર ડેટા પર ક્લિક કરો.


-આ પછી Clear Browser બોક્સ પર ટિક કરો અને પછી Clear Data પર ક્લિક કરો.


 


ગૂગલ એકાઉન્ટમાંથી સર્ચ હિસ્ટ્રી કેવી રીતે ડિલીટ કરવી


-ગૂગલ એકાઉન્ટમાંથી સર્ચ હિસ્ટ્રી ડિલીટ કરવા માટે તમારે નીચે આપેલા સ્ટેપને ફોલો કરવું પડશે. આ કર્યા પછી, તમે જ્યાં લોગ ઇન કર્યું છે તે તમામ ડિવાઇસમાંથી તમામ સર્ચ હિસ્ટ્રી ડિલીટ થઇ જશે.


-સૌથી પહેલા ગૂગલ ક્રોમ પર જાઓ પછી ગૂગલ માય એક્ટિવેટ પેજ પર સર્ચ કરો.


-આ પછી તમે જે એકાઉન્ટમાંથી સર્ચ હિસ્ટ્રી ડિલીટ કરવા માંગો છો તેનાથી લોગિન કરો.


-ત્યારપછી તમારે સર્ચ બારમાં જઈને ડીલીટનો વિકલ્પ શોધવો પડશે.


-આ પછી તે તારીખ પસંદ કરો જ્યાંથી તમે સર્ચ હિસ્ટ્રી ડિલીટ કરવા માંગો છો અથવા સમગ્ર હિસ્ટ્રી ડિલીટ કરવા માંગો છો. તમે કોઈપણ વિકલ્પ પસંદ કરી શકો છો.


તમને એક નોટિફિકેશન જોવા મળશે. આ પછી સર્ચ હિસ્ટ્રી પર જાવ અને ડિલીટ પર ક્લિક કરો.


Android માંથી સર્ચ હિસ્ટ્રી કેવી રીતે ડિલીટ કરશો


 -Android ડિવાઇસમાંથી ગૂગલ સર્ચ હિસ્ટ્રી ડિલીટ કરવા માટે  નીચે આપેલા સ્ટેપને ફોલો કરો


-સૌથી પહેલા ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરો.


-જમણી બાજુએ આપેલા ત્રણ ડોટ પર ક્લિક કરો.


-પછી હિસ્ટ્રી પસંદ કરો અને ક્લિયર બ્રાઉઝર ડેટા પર ક્લિક કરો.


-તમારો બ્રાઉઝિંગ હિસ્ટ્રી તમને તારીખ મુજબ પ્રદર્શિત કરવામાં આવશે.


-આવી સ્થિતિમાં તમે તારીખ અનુસાર સર્ચ હિસ્ટ્રીને ડિલીટ કરી શકો છો


Google સર્ચ હિસ્ટ્રીને ઓટો ડિલીટ મોડમાં કેવી રીતે રાખશો


-તમે Google સર્ચ હિસ્ટ્રીને ઓટો મોડ પર સેટ કરી શકો છો. આ કર્યા બાદ ગૂગલ તમારી સર્ચ હિસ્ટ્રીને જાતે જ ડિલીટ કરશે. ગૂગલ આ માટે 3, 18 અને 36 મહિનાનો ઓપ્શન આપે છે.


-ક્રોમ બ્રાઉઝરમાં ગૂગલ માય એક્ટિવિટી પેજ પર જાવ.


-આ પછી વેબ અને એપ એક્ટિવિટી પસંદ કરો.


-પછી નીચે આવો અને ઓટો ડીલીટ ઓપ્શન પર જાઓ.


-ઓટો ડિલીટ વિકલ્પ પસંદ કર્યા પછી સમય પસંદ કરો.


-તમે પસંદ કર્યા પછી આગળ વધવાનો વિકલ્પ દેખાશે, પછી કન્ફર્મ પર ક્લિક કરો.