Google I/O 2023: ભારત સહિત દુનિયામાં એન્ડ્રૉઇડ સ્માર્ટફોન ચલાવનારાઓની સંખ્યા લાખોમાં છે. એન્ડ્રોઇડ સ્માર્ટફોન યૂઝ કરવાની પોતાની એક અલગ જ મજા છે, કેમ કે આમાં કેટલીય એપ્સ પ્રી-લૉડેડ મળે છે, અને એક અલગ UI અન્ય OSની સરખામણીમાં મળે છે. એન્ડ્રોઈડ સ્માર્ટફોન પણ અન્ય મોબાઈલ ફોનની સરખામણીમાં સસ્તાં પણ આવે છે, અને આ કારણથી તે વધુ વેચાય છે. આ બધાની વચ્ચે એન્ડ્રોઇડ યૂઝર્સ માટે એક સારા સમાચાર છે કે, ગૂગલ બહુ જલદી એન્ડ્રોઇડ 14ને રિલીઝ કરવાનું છે, પરંતુ એન્ડ્રોઈડ 14 પહેલા લોકોને એન્ડ્રોઈડ 13માં પણ એક મોટું અપડેટ મળવાનું છે, જાણો આ શું છે.... 


મળી શકે છે આ ઓપ્શન  
જો તમે એન્ડ્રોઈડ સ્માર્ટફોનનો યૂઝ કરી રહ્યા છો, તો તમે જોયું જ હશે કે, જ્યારે તમે સેટિંગની અંદર જઈને 'સાઉન્ડ એન્ડ વાઈબ્રેશન' પર જાઓ છો, તો અહીં તમને ચાર ઓપ્શન મળે છે, જેમાં પહેલું મીડિયા વૉલ્યૂમ, બીજુ કૉલ વૉલ્યુમ, ત્રીજું રિંગ અને નૉટિફિકેશન અને ચોથુ એલાર્મ ઓપ્શન છે, એટલે કે ઇનકમિંગ કૉલ્સ અને નૉટિફિકેશન ટૉન માટે માત્ર એક જ વૉલ્યૂમ સ્લાઇડર અવેલેબલ છે. યૂઝરે આ સ્લાઈડરના આધારે વૉલ્યૂમ સેટ કરવાનું હતું. આવામાં એવું બનતું હતું કે, રિંગ માટે વૉલ્યૂમ વધારવા પર નૉટિફિકેશનનો અવાજ પણ જોરશોરથી આવે છે, જે ઘણીવાર લોકોને પરેશાન કરે છે. 


પરંતુ ખાસ વાત છે કે, હવે એન્ડ્રોઇડ 13માં ટુંક સમયમાં યૂઝર્સને રિન્ગ માટે સ્લાઇડરનું અપડેટ અને નૉટિફિકેશન માટે અલગ સ્લાઇડર મળી શકે છે. ગૂગલ 9 થી 5 પ્રમાણે આ અપડેટ માત્ર થોડા બીટા ટેસ્ટર્સને હાલમાં આપવામાં આવ્યુ છે. કદાચ કંપની તેને એન્ડ્રોઇડ 14માં આપશે અથવા તે એન્ડ્રોઇડ 13માં પણ આપવાનું શરૂ કરશે.


આમાં ફાયદો એ લોકોને થશે જે કૉલ્સ માટે ફોનને વાઇબ્રેટ પર રાખવાનું પસંદ કરે છે, અને નૉટિફિકેશન માટે ધીમો અવાજ પ્રિફર કરે છે. 




10 મેએ ગૂગલનું મોટુ અપડેટ 
ગૂગલની એન્યૂઅલ I/O ઇવેન્ટ 10મી મેએ કેલિફૉર્નિયામાં યોજાવાની છે. આ ઇવેન્ટમાં કંપની Android 14, Pixel Fold, Pixel 7a અને AI ટૂલ બાર્ડ રિલીઝ કરશે. Pixel 7a સ્માર્ટફોન ઓગસ્ટ મહિનામાં ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ થઈ શકે છે, કારણ કે કંપનીએ લૉન્ચ કર્યાના બે મહિના પછી ભારતમાં Pixel 6a પણ લૉન્ચ કર્યો હતો.