Google Maps live location sharing:  કંપનીએ WhatsAppની જેમ Google Mapsમાં રિયલ ટાઈમ લોકેશન શેર કરવાનું ફીચર ઉમેર્યું છે. હવે તમારે મિત્રો કે પરિવાર સાથે મુસાફરી કરતી વખતે અન્ય એપ્સ સાથે લાઈવ લોકેશન શેર કરવાની જરૂર નથી. આ કામ તમે Google Maps દ્વારા કોઈપણ સમય સુધી સરળતાથી કરી શકો છો. આમાં, તમને લોકેશન શેર કરતી વખતે સમય સેટ કરવાનો વિકલ્પ પણ મળે છે. સમય મર્યાદા પૂરી થયા પછી લોકેશન શેરિંગ આપમેળે સમાપ્ત થાય છે. આવો જાણીએ કે તમે તમારા પ્રિયજનો સાથે તમારું લાઇવ સ્થાન કેવી રીતે શેર કરી શકશો.


ગૂગલ મેપ્સ સાથે આ રીતે લાઈવ લોકેશન શેર કરો 


Google મેપ્સ પર લોકેશન શેર કરવા માટે તમારે મેપ્સમાં એકબીજાને ફ્રેન્ડ્સ તરીકે એડ કરવા પડશે, અથવા તમે તેના વગર પણ તમારા Google કોન્ટેક વચ્ચે  લોકેશન શેર કરી શકો છો. લોકેશન શેર કરવા માટે તમારે મેપ્સની અંદર આવવું પડશે અને ઉપર જમણી બાજુએ ક્લિક કરીને 'શેર લોકેશન' પર ક્લિક કરવું પડશે. અહીંથી તમે લાઇવ લોકેશન અને તેનો સમય સેટ કરી શકો છો અને તેને તમારા Google કોન્ટેક સાથે શેર કરી શકો છો.


ગૂગલ મેપ્સમાં અપડેટ્સ લાવવાની સાથે કંપની યુઝર્સની પ્રાઈવસી સુધારવા પર પણ કામ કરી રહી છે. અત્યાર સુધી કંપની મેપની માહિતીને ક્લાઉડમાં સ્ટોર કરતી હતી, પરંતુ હવે તમારી પાસે તેને ફોનમાં સ્ટોર કરવાનો વિકલ્પ મળશે જેથી તમારી અંગત માહિતી સુરક્ષિત રહેશે.


કંપની વોટ્સએપમાં પણ આવી જ સુવિધા આપે છે જ્યાં તમે તમારું લાઇવ લોકેશન શેર કરી શકો છો. જો કે, અહીં તમને ફક્ત 8 કલાકનો વિકલ્પ મળે છે. આ પછી શેરિંગ આપમેળે બંધ થઈ જાય છે. પરંતુ ગૂગલ મેપ્સમાં આવું નથી. અહીં તમે ઈચ્છો ત્યાં સુધી લોકો સાથે જોડાયેલા રહી શકો છો.  


આ ફીચરને સીધુ એપ દ્વારા જ ઉપયોગ કરવાનો પણ એક ઉમદા ઓપ્શન છે. ચાલો તમને જણાવીએ કે કેવી રીતે Google Mapsની મદદથી તમે રિયલ ટાઇમ લોકેશન પોતાના ફ્રેન્ડ્સની સાથે શેર કરી શકો છે.  


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial