Google Maps Hacks: ગૂગલે 2022 વર્ષની શરૂઆતમાં ભારતમાં પોતાની ગૂગલ મેપ્સ પર સ્ટ્રીટ વ્યૂ લાવવાની જાહેરાત કરી હતી, લૉન્ચિંગના સમયે, આ સુવિધા 10 ભારતીય શહેરોમાં જ ઉપલબ્ધ કરાવામાં આવી, જેમાં બેગ્લુરુ, ચેન્નાઇ, દિલ્હી, મુંબઇ, હૈદરાબાદ, પુણે, નાસિક, વડોદરા, અહેમદનગર અને અમૃતસર સામેલ છે.
આ પછી કંપનીએ જલદી દેશભરમાં અન્ય શહેરોમાં આ સુવિધાને શરૂ કરવાનો વાયદો કર્યો, સ્ટ્રીટ વ્યૂ એક ઉપયોગી ફિચર છે, આની મદદથી માત્ર મેપ જ જોવાના બદલે સ્ટ્રીટ વ્યૂથી યૂઝર્સ સ્થાનની 360- ડિગ્રી રિયલ લાઇમ જોઇ શકે છે. આનાથી યૂઝર્સને કોઇપણ જગ્યાની લાઇવ ઇમેજ જોવા મળે છે, જેને તે શોધી રહ્યા છે.
સ્ટ્રીટ વ્યૂની ડાઉનસાઇડ -
આ સુવિધાની ડાઉનસાઇડ્સ પણ છે, એક કોઇ એરિયાને બતાવે છે, આ યૂઝર્સને ઘરોને પણ બતાવશે, જેનાથી સુરક્ષાનો ખતરો પેદા થાય છે. ઉદાહરણ તરીકે આનાથી ગુનેગાર તમારાા ઘરની આપસાપ કેમેરાના સ્થાનોને સમજી શકે છે. એક જ દિવસમાં તમારા ઘરની આસપાસની સુરક્ષાની સમજવાની અનુમતિ આપે છે.
સમાધાન -
ડાઉનસાઇડની સાથે જ ગૂગલની પાસે આનું એક સમાધાન પણ છે, યૂઝર્સ સ્ટ્રીટ વ્યૂમાં ઇમેજને સ્થાયી રીતથી ધૂંધળી કરી શકે છે. જોકે, આ માટે યૂઝર્સને કંપનીને એક રિક્વેસ્ટ સબમિટ કરાવવી પડશે. રિક્વેસ્ટ સબમિશન બાદ જો કંપનીને તમારુ કારણ માન્ય લાગે છે, તો આ સ્ટ્રીટ વ્યૂ પરથી તે એરિયાને ધૂંધળું કરી દેશે, જેનાથી જે તમે હાઇલાઇટ કર્યુ હશે, આવામાં જો, તમે તમારા ઘર, કે તમારા રૂમની બારી-દરવાજાને ધૂંધળા કરવા માંગતા હોય તે અહીં બતાવેલા સ્ટેપ્સને ફોલો કરીને કરી શકો છો.
ગૂગલ મેપ્સના સ્ટ્રીટ વ્યૂમાં તમારા ઘરને કેવી રીતે બ્લર કરશો ?
- તમારા કૉમ્પ્યુટર પર Google Maps ખોલો.
- હવે સર્ચ બારમાં પોતાના ઘરનું એડ્રેસ નાંખો, અને એન્ટર દબાવો.
- તે પછી તે ફોટો શોધો જેને તમે ધૂંધળો કરવા માંગો છો.
- વિન્ડોની નીચે જમણી બાજુમાં Report a Problem પર ક્લિક કરો.
- હવે રિપોર્ટના કારણ નોંધો.
- તમારુ ઇમેલ એડ્રેસ નાખો, અને કેપ્ચા કૉડ નાંખો.
- સબમિટ બટન પર ક્લિક કરી દો.
10,000 નોકરીઓ જોખમમાં છે
મીડિયા રિપોર્ટ્સ સૂચવે છે કે ગૂગલના આ પગલાથી 10,000 કર્મચારીઓને અસર થશે. તે જ સમયે, શક્ય છે કે કંપનીએ માત્ર તેના ખર્ચને ઘટાડવા માટે આ પગલું ભર્યું હોય.