ગૂગલે આજે પણ એક ખાસ ડૂડલ બનાવ્યું છે જેમાં તેણે ફરી એક વખત લોકોને કોરોના વાયરસથી બચવા માટે જરૂરી ઉપાય બતાવ્યા હતા. ગૂગલે પોતાના લેટર્સને અલગ-અલગ કેરેક્ટર આપી ખાસ સંદેશ આપ્યો છે.
ગૂગલના આ ડૂડલ પર ક્લિક કરવા પર આ ટિપ્સ હિંદીમાં પણ જોવા મળે છે. જેમાં લખ્યું છે, ઘર પર રહો, સુરક્ષિત અંતર બનાવીને રાખો, હાથ વારંવાર ધુવો, મોઢાને ઢાંકીને ખાંસી ખાવો, બીમાર છો? તાત્કાલિક હેલ્પલાઈન પર ફોન કરો. આ પહેલા પણ ગૂગલે ડૂડલના માધ્યમથી કોરોના વાયરસથી બચવા માટે જરૂર ટિપ્સ બતાવ્યા હતા.