UPI Users Face Outage:   જો તમે ઓનલાઇન પેમેન્ટ માટે Google Pay, PhonePe, Paytm જેવી સેવાઓનો ઉપયોગ કરો છો તો તમારા માટે ઉપયોગી સમાચાર છે. આજે શનિવારે ફરી એકવાર UPI યુઝર્સને આઉટેજનો સામનો કરવો પડ્યો હતો. UPI ડાઉન થવાને કારણે કરોડો યુઝર્સને ડિજિટલ પેમેન્ટમાં સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.      

ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પર UPI સર્વિસ ડાઉન થવાની ફરિયાદ પણ કરી હતી. યૂઝર્સને  Google Pay, PhonePe, Paytm માં ઓનલાઇન પેમેન્ટ માટે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.      

આઉટેજને ટ્રેક કરતી લોકપ્રિય વેબસાઇટ ડાઉનડિટેક્ટર દ્વારા પણ UPI ડાઉનની પુષ્ટિ કરવામાં આવી હતી. 12.30 વાગ્યા સુધીમાં, 1800 થી વધુ વપરાશકર્તાઓએ Google Pay, PhonePe, Paytm, SBIની ડિજિટલ ચુકવણી સેવાઓ બંધ થવાની ફરિયાદ કરી. હાલમાં, NPCI દ્વારા આ આઉટેજના કારણોનો ખુલાસો કરવામાં આવ્યો નથી. જો કે આ પ્રથમ વખત નથી છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન પેમેન્ટ કરવામાં આ પ્રકારની મુશ્કેલીઓ સામે આવી રહી છે.    

તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે UPI યુઝર્સ આઉટેજનો સામનો કરી રહ્યા હોય. આવી સમસ્યાઓ અગાઉ પણ ઘણી વખત ઉભી થઈ છે. તાજેતરમાં 26મી માર્ચે પણ UPI ડાઉન થયું હતું. જો કે, તે સમયે, NPCI દ્વારા ટૂંકા સમયમાં આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.

લોકોએ પેમેન્ટમાં સમસ્યા અંગે ફરિયાદ કરી  

ડાઉન ડિટેક્ટર અનુસાર, UPI માં સમસ્યાઓ સવારે 11:26 વાગ્યે શરૂ થઈ હતી. સૌથી વધુ મુશ્કેલી 11:41 વાગ્યે થઈ. ત્યારબાદ 222થી વધુ લોકોએ પેમેન્ટમાં સમસ્યા અંગે ફરિયાદ કરી હતી. Paytm અને Google Pay જેવા પ્લેટફોર્મ પર પણ પેમેન્ટ કરવામાં સમસ્યા હતી. છેલ્લા એક વર્ષમાં UPI ડાઉન થવાનો આ છઠ્ઠો કેસ છે.         

લોકોએ સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ઘણા લોકોએ લખ્યું છે કે તેઓ Paytm અને Google Pay જેવી એપ પર પેમેન્ટ કરવામાં સમસ્યાનો સામનો કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું, 'યુપીઆઈ આજે ફરી ડાઉન છે, તમામ પેમેન્ટ ફેલ થઈ રહ્યા છે. જો અમને અગાઉથી ખબર હોત કે UPI કામ કરશે નહીં તો સારું થાત.