Best Video Editing Apps: જો તમે કોઇ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મમાં પોતાના વીડિયોને શેર કરવા વિશે વિચારી રહ્યાં છે, તો વીડિયો એડિટ કરવા માટે તમને એક ખાસ અને બેસ્ટ Video Editing App ની જરૂર પડશે. જાણો આ રહી Top 5 Video Editing Apps, જેનાથી તમે મોબાઇલમાંથી પ્રૉફેશનલી વીડિયો એડિટ કરી શકો છો.


Top 5 Video Editing Apps - 


Action Director - 
આ એપની મદદથી તમે વીડિયો સ્પીડને પોતાની અનુસાર વધારી કે ઘટાડી શકો છો. આ એપમાં લાઇવ વીડિયો રેકોર્ડિંગ અને એડિટિંગ બન્નેનુ ફિચર મળે છે. Action Director એપમાં તમને કેટલાય ફિલ્ટર્સ, લેયર્સ, ટેક્સ્ટ, એનિમેશન વગેરે મળે છે. આની સાથે જ વીડિયોને તમે 4K quality માં ડાઉનલૉડ કરી શકો છો. 


Viva Video - 
આ એપ ઇન્સ્ટન્ટ વીડિયો એડિટિંગ માટે ખુબ લોકપ્રિય છે, આમાં તમને બેસિક વીડિયો એડિટંગ ફિચર મળી જશે, જેવા કે ઇફેક્ટ્સ, ફિલ્ટર, સ્ટિકર, ટેક્સ્ટ્સ, ક્રૉપ, ટ્રિમ આ ઉપરાંત વીડિયોની સ્પીડ જરૂરિયાત પ્રમાણે વધારી કે ઘટાડી શકો છો. 


Kine Master - 
આ પણ ખુબ લોકપ્રિય વીડિયો એડિટિંગ એપ છે, આ એપમાં તમને વીડિયો એડિટિંગના લગભગ તમામ ફિચર મળી જશે, જેની મદદથી તમે તમારા Videoને બિલકુલ પ્રૉફેશનલ રીતે એડિટ કરી શકો છો. આ એપમાં Video, Images, Text, Effects, Overlays, Stickers, Handwriting Combine વગેરે ફિચર્સ મળેલ છે. 


Filmora Go - 
આ એપને લોકો ખુબ પસંદ કરે છે, આ એપને અત્યાર સુધી Google Play Store પર 10 M+ ડાઉનલૉડ કરવામાં આવી ચૂકી છે. FilmoraGo App માં વીડિયો એડિટિંગના બેસિક ફિચર મળે છે, જેવા કે - Cutting, Trimming, Add Music વગેરે. 


Power Director - 
આ એપમાં પણ તમે તમારા વીડિયોને બહુ જ સારી રીતે એડિટ કરી શકો છો, આ એપમાં તમને કેટલાય એડવાન્સ ફિચર્સ જોવા મળી જશે. Power Director એપમાં તમને લગભગ KineMaster ના તમામ ફિચર મળી જશે. 4 K Video, Chroma Key, Slow-Motion editor આ એપના ખાસ ફિચર્સ છે. આ એપ ઇન્સ્ટન્ટ વીડિયો એડિટિંગ માટે ખુબ લોકપ્રિય છે, આમાં તમને બેસિક વીડિયો એડિટંગ ફિચર મળી જશે