Google Sheet Help Me Organise: દુનિયાની સૌથી મોટી ટેક દિગ્ગજ કંપની ગૂગલ હવે પોતાના યૂઝર્સને વધુ એક મોટી ફેસિલિટી આપી રહ્યું છે. ગૂગલ ધીમે ધીમે પોતાની વર્કસ્પેસ લેબમાં બધી જ એપ્સમાં AI એડ કરી રહ્યું છે. થોડા સમય પહેલા કંપનીએ બીટા ટેસ્ટર્સ માટે Gmail માં ''Helpmewrite' ટૂલ એડ કર્યુ હતું. હવે કંપની વર્કસ્પેસ લેબની બીજી એપમાં AI સપોર્ટ આપી રહી છે. ગૂગલે ગૂગલ શીટ્સમાં "હેલ્પ મી ઓર્ગેનાઈઝ" “Help me organize” નામનું AI ટૂલ આપવાનું શરૂ કર્યું છે. આની મદદથી યૂઝર્સ થોડીક સેકન્ડમાં પોતાની મનગમતી શીટ કે પ્લાન બનાવી શકે છે. સારી વાત એ છે કે તમે શીટમાં મૉડિફાઇ અને ચેન્જ કરી શકો છો. 


જો તમે તમારી Googleની વર્કસ્પેસ લેબ માટે સાઇન-ઇન છો, તો તમે આ નવા ટૂલનો લાભ લઈ શકો છો. અત્યારે તે માત્ર અમૂક જ યૂઝર્સ માટે રિલીઝ કરવામાં આવ્યું છે, જે આગામી સમયમાં બધા માટે રૉલઆઉટ કરવામાં આવશે. નવો ઓપ્શન Google શીટની જમણી બાજુએ ટેસ્ટર્સને દેખાશે અને Try This Tool ના નામ પર એક પૉપ-અપ મેસેજ આવશે.


આ રીતે કરશે કામ - 
ગૂગલ શીટનું "હેલ્પ મી ઓર્ગેનાઈઝ"  “Help me organize”  ટૂલ ચેટ GPTની જેમ જ કામ કરે છે જેમાં તમારે ઓર્ડર નાંખવાના હોય છે અને તે તમને થોડીક સેકન્ડમાં જવાબ આપશે. અહીં ફક્ત તમને Google શીટ સંબંધિત પ્રશ્નોના જવાબો મળશે.






ઉદાહરણ તરીકે, ધારો કે તમે 5 લોકો સાથે 5-દિવસની સફર પર જઈ રહ્યા છો અને તમે દરેકના ખર્ચ માટે Google શીટ બનાવવા માંગો છો, તો તમારે આના માટે મેન્યૂઅલી કામ કરવાની જરૂર નથી. તમારે ફક્ત આ ઓર્ડર લખીને AI ટૂલને બતાવવાનું છે કે તમને કેવા પ્રકારની શીટ જોઈએ છે. શીટ થોડી સેકંડમાં તમારી સામે દેખાશે.


 










---