Google: ગૂગલ લાંબા સમયથી તેની સેવાઓ મફતમાં આપી રહ્યું છે, પરંતુ હવે પ્રીમિયમનો સમય આવી ગયો છે. ગૂગલ હવે યુઝર્સને સર્ચ માટે ચાર્જ કરશે. એક રિપોર્ટ અનુસાર, ગૂગલ તેની જનરેટિવ સર્ચ એટલે કે સર્ચ જનરેટિવ એક્સપિરિયન્સ (SGE) પેઇડ કરવા જઈ રહ્યું છે, જેના પછી યુઝર્સને AI પરિણામો માટે પૈસા ચૂકવવા પડશે.
એક રિપોર્ટ અનુસાર, Google તેના AI સર્ચ ટૂલ માટે પૈસા લેવાનું વિચારી રહ્યું છે, જો કે આ મુદ્દે હજુ સુધી Google તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ ઘણી AI કંપનીઓ તેમના AI ટૂલ્સ માટે પૈસા લઈ રહી છે. આનું મુખ્ય કારણ એ છે કે કંપનીઓ AI ટૂલ્સ વિકસાવવામાં ભારે ખર્ચ કરી રહી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગૂગલની સામાન્ય સર્ચ હંમેશા માટે ફ્રી રહેશે, પરંતુ જો તમે જનરેટિવ AI સર્ચનો ઉપયોગ કરશો તો તમારે પૈસા ચૂકવવા પડશે. નોંધનીય છે કે જ્યારે પણ તમે Google એપ ખોલો છો, ત્યારે તમને ખૂણામાં રેડ ડોટની સાથે એક જાર જોવા મળશે. તે જનરેટિવ AI સર્ચ છે.
ગૂગલે કહ્યું છે કે તેઓ એડ ફ્રી સર્ચ ટૂલ પર કામ કરી રહ્યા છે, જેથી યુઝર્સને પ્રીમિયમ સેવાઓ પૂરી પાડી શકાય. ગૂગલે ગયા વર્ષે ઓગસ્ટમાં AI SGE લોન્ચ કર્યું હતું, જે હાલમાં યુઝર્સની પસંદગી પર ઉપલબ્ધ છે. તેને ઓન કર્યા બાદ યુઝર્સને ખૂબ જ સચોટ પરિણામો મળશે.
ગૂગલે તેની ઘણી સેવાઓ બંધ કરી દીધી છે. જેમાં Google Plus, Nexus અને બીજા ઘણા નામ સામેલ છે. હવે આ યાદીમાં એક નવું નામ ઉમેરાયું છે. કંપનીએ તેના ઓડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ગૂગલ પોડકાસ્ટને હટાવવાનો નિર્ણય લીધો છે. કંપનીની આ એપને પ્લે સ્ટોર પરથી 50 કરોડ યુઝર્સે ડાઉનલોડ કરી છે.
આ એપ અમેરિકામાં 2 એપ્રિલથી ઉપલબ્ધ થશે નહીં. કંપની આ પગલા દ્વારા મોટો નિર્ણય લઈ રહી છે. આ બ્રાંડ આ પ્લેટફોર્મને બંધ કરીને YouTube Musicને પ્રમોટ કરવા માંગે છે.
Google નોટિફિકેશન મોકલી રહ્યું છે
કંપનીએ ગયા વર્ષે એક બ્લોગપોસ્ટ દ્વારા આ વિશે માહિતી આપી હતી. અમેરિકા બાદ કંપની અન્ય પ્રદેશોમાં પણ તેને બંધ કરશે. Google Podcasts આ વર્ષના અંત સુધીમાં તમામ પ્રદેશોમાં બંધ થઈ જશે. ગૂગલ છેલ્લા કેટલાક દિવસોથી ઇન-એપ નોટિફિકેશન દ્વારા યુઝર્સને આ અંગે માહિતી આપી રહ્યું છે.
હવે કંપનીએ એપના હોમ પેજ પર વોનિંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. ગૂગલ યુઝર્સને તેમના ડેટાને યુટ્યુબ મ્યુઝિક અથવા તેમની પસંદગીની કોઈપણ અન્ય પોડકાસ્ટ સેવા સાથે મર્જ કરવા માટે કહી રહ્યું છે. ધ્યાનમાં રાખો કે આ એપ્લિકેશન હજી પણ Google Play Store અને Apple App Store પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે. જો કે, યુઝર્સ તેનો ઉપયોગ કરી શકશે નહીં.