શું તમે નોટિસ કર્યું? ગૂગલે પોતાનો લોગો બદલ્યો છે. હા, કંપનીના રંગબેરંગી 'G' આઇકોનને ફરી એકવાર રિફ્રેશ કર્યો છે જે લગભગ એક દાયકામાં પ્રથમ વિઝ્યુઅલ અપડેટ છે. આ ફેરફાર કંપનીના એન્ડ્રોઇડ અને iOS બંને પરના મોબાઇલ એપ્સ પર જોવા મળી રહ્યો છે. જે ડિઝાઇનમાં એક સૂક્ષ્મ પરંતુ નોંધપાત્ર ફેરફાર દર્શાવે છે. ગૂગલનો નવો લોગો હવે વધુ રંગીન બની ગયો છે.

Continues below advertisement


2015 ની શરૂઆતમાં લોગો બદલવામાં આવ્યો હતો


નોંધનીય છે કે કંપનીએ શરૂઆતમાં 1 સપ્ટેમ્બર, 2015ના રોજ 'G' આઇકોનને ફરીથી ડિઝાઇન કર્યું હતું, જેમાં ગૂગલે તેના છ-અક્ષરના વર્ડમાર્કને એક આધુનિક, સેન્સ સેરિફ ટાઇપફેસમા અપડેટ કર્યું હતું જેને પ્રોડક્ટ સેન્સ કહેવામાં આવે છે. આ અગાઉ 'G' આઇકનમાં એક સોલિડ બ્લૂ બ્રેકગ્રાઉન્ડ વિરુદ્ધ લોઅરકેસ વાઇટ ‘g’ સેટ કરવામાં આવતો હતો.


નવા ગૂગલ લોગોમાં શું બદલાવ આવ્યો?


9to5google ના એક રિપોર્ટ અનુસાર, અપડેટ કરવામાં આવેલો આઇકન છેલ્લા 10 વર્ષોમાં જોવા મળતા 'G' ના સ્પેસિફિક, સોલિડ કલર સેગમેન્ટથી અલગ છે. તેના બદલે નવી ડિઝાઇનમાં રેડ કલર યલોમાં, યલો કલર ગ્રીનમા અને ગ્રીન કલર બ્લૂમાં વહેતો જોવા મળે છે.


રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે અપડેટેડ 'G' આઇકન હાલમાં iOS માટે Google સર્ચ એપમાં દેખાય છે. આ ફેરફાર ગૂગલ એપ વર્ઝન 16.18 ના બીટા વર્ઝન સાથે એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર પણ આવ્યો છે. જોકે, આ ફેરફાર હજુ રોલ આઉટ કરવામાં આવી રહ્યો છે એટલે કે દરેક વ્યક્તિ આ ફેરફાર હમણાં જોઈ શકશે નહીં.


નવો લોગો હજુ સુધી દેખાતો નથી.


રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે ગૂગલ તેના છ અક્ષરોના 'ગૂગલ' વર્ડમાર્કને એક સાથે રિફ્રેશ કરી શકતુ નથી. હજુ સુધી એ વાતની પુષ્ટી થઈ નથી કે આ નવી બ્લેન્ડિંગ સ્ટાઇલ અન્ય પ્રોડક્ટ્સ લોગો પર લાગુ થશે કે નહીં જે કંપનીના ચાર કલરવાળા લોગો સાથે આવે છે.