તમારામાંથી મોટાભાગના લોકો કંઈપણ શોધવા માટે ગૂગલ પર સર્ચ કરે છે. તમારી અથવા બીજા કોઈની પર્સનલ ડિટેલ્સ અવેબેલબ હોય છે. જો તમે આ ડિટેઇલ્સ હટાવવા માંગો છો અને તેમાં કાંઇક અપડેટ કરવા માંગો છો તો તમે સરળતાથી કરી શકશો. ગૂગલે સર્ચ રિઝલ્ટમાંથી પર્સનલ ડિટેલ્સ હટાવવા અને એડિટ કરવાનું સરળ બનાવી દીધું છે. ગૂગલે તેનું ઇન્ટરફેસ બદલ્યું છે. આ કેવી રીતે કાર્ય કરશે તે વિશે અહીં વાંચો.
ગૂગલ સર્ચમાંથી તમારી માહિતી કેવી રીતે દૂર કરવી
હવે જો તમે ગૂગલ પર સર્ચ રિઝલ્ટની સામે દેખાતા ત્રણ ડોટ્સ પર ક્લિક કરશો તો તમને એક નવું ઇન્ટરફેસ દેખાશે. અહીં તમે ઇન્ફોર્મેશન રિમૂવ કરવાની રિક્વેસ્ટ મોકલી શકો છો. આમાં તમને ત્રણ વિકલ્પો દેખાશે. જેમાં It shows my personal info, I Have a legal remove request અને its outdated I want to request a refresh સામેલ છે. તમે આમાંથી કોઈપણ પસંદ કરી શકો છો.
ત્રણેય વિકલ્પોમાં આ સુવિધા ઉપલબ્ધ રહેશે
It shows My Personal Info: આ વિકલ્પમાં તમને મોબાઇલ નંબર, EMAIL એડ્રેસ, ઘરનું સરનામું, લોગિન ક્રેન્ડેશિયલ્સ અને ક્રેડિટ કાર્ડ નંબર જેવી વસ્તુઓ દૂર કરી શકો છો. તમારી રિક્વેસ્ટને Google રિવ્યૂ કરીને પર્સનલ ડિટેલ્સમાંથી હટાવવામાં આવશે.
I Have a Legal Remove Request: આ વિકલ્પમાં તમને Google પર હાજર કન્ટેન્ટને દૂર કરવાની તક મળે છે. આમાં એવું કન્ટેન્ટ સામેલ છે Google ની પ્રોડક્ટ પોલિસીનું ઉલ્લંઘન કરે છે.
Its Outdated I want to Request a Refresh: આ વિકલ્પમાં તમે તમારી ઉપલબ્ધ માહિતી અપડેટ કરી શકો છો. ગૂગલ આ બધી વિનંતીઓની સમીક્ષા કરે છે. Google સમીક્ષાઓના આધારે પગલાં લે છે.
ગૂગલનું આ ટૂલ પણ ખૂબ જ સરસ છે
ગૂગલનું "રિઝલ્ટ્સ અબાઉટ યુ" ફીચર પણ ઉપયોગી છે. તે પર્સનલ ઇન્ફોર્મેશન માટે સર્ચ રિઝલ્ટને સ્કેન કરવા અને રિમૂવ કરવા માટે ટૂલ્સ ઓફર કરે છે.
TikTok ને ટક્કર આપવા Instagram નો ધાંસૂ પ્લાન, Reels માટે અલગ App કરશે લૉન્ચ