Google Using Tips: આજના સમયમાં આપણે કંઈ પણ સર્ચ કરવા ઈચ્છીએ છીએ તો તરત જ ગૂગલ પર જઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે ગૂગલ પર કેટલીક એવી બાબતો છે જેને જો સર્ચ કરવામાં આવે તો તમને જેલ થઈ શકે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે જો સર્ચ કરવામાં આવે તો શું થઈ શકે છે. આ બાબતો સર્ચ કરવા પર તમને જેલ પણ થઇ શકે છે.


જો તમે ગૂગલ સર્ચ (Google Search)  વિશે નથી જાણતા તો તમારા માટે એ જાણવું જરૂરી છે કે જો તમે તેનો ઉપયોગ કરવામાં સાવધાની નહીં રાખો તો તમારા માટે મુશ્કેલીઓ વધી શકે છે. વાસ્તવમાં ગૂગલના પોતાના નિયમો અને કાયદાઓ છે. જો તમે Google પર કંઈક સર્ચ કરો છો જે Google ના નિયમોની વિરુદ્ધ છે, તો તમારી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.


અહીં અમે તમને આ નિયમો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ સાથે તમારા માટે એ જાણવું પણ જરૂરી છે કે આને સર્ચ કરવા પર પ્રતિબંધ શા માટે લાદવામાં આવ્યો છે.


ચાઇલ્ડ પોર્ન સર્ચ કરવું


ચાઈલ્ડ પોર્નોગ્રાફીના વધતા જતા કિસ્સાઓને જોતા ભારતમાં સરકાર ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લઈને ઘણી કડક બની ગઈ છે. ગૂગલ પર ચાઈલ્ડ પોર્ન સર્ચ કરવું અથવા જોવું અને તેનાથી સંબંધિત કંઈપણ શેર કરવું એ ગુનો છે. જો તમે આમાંથી કોઈ પણ કરતા જોવા મળો તો તમે Google ના નિયમો અને કાયદાઓનું ઉલ્લંઘન કરવા બદલ કાર્યવાહીનો સામનો કરી શકો છો અને જેલમાં જવું પડી શકે છે.


બોમ્બ કેવી રીતે બનાવવો તે સર્ચ કરવું


ઘણી વખત એવું બને છે કે આપણે ક્યાંક કોઈ વસ્તુ વાંચીએ કે જોઈ લઈએ અને આપણને તેની સાથે કોઈ લેવાદેવા ન હોવા છતાં તેને ગૂગલ પર સર્ચ કરવા લાગે છે, જેમ કે બોમ્બ કેવી રીતે બને છે. તેથી સાયબર સેલ હંમેશા આવા સર્ચ પર નજર રાખે છે. તેથી ગૂગલ પર આવી વસ્તુઓ સર્ચ કરવાનું ટાળવું જોઈએ.


ગર્ભપાત સંબંધિત સર્ચ


ભારતમાં ગર્ભપાતને લઈને કેટલાક કાયદા પણ બનાવવામાં આવ્યા છે, જે અંતર્ગત ડૉક્ટરની સલાહ લીધા વિના ગર્ભપાત થઈ શકતો નથી. તેથી Google પર ગર્ભપાતની પદ્ધતિઓ અંગે સર્ચ કરવું એ પણ ગુનો છે જેના માટે તમારી વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે.


પ્રાઇવેટ વિડિઓ અથવા ફોટા શેર કરવા


આ સાથે તમે ગૂગલ પર કોઇનો પ્રાઇવેટ વીડિયો કે તસવીરો શેર કરી શકતા નથી. કારણ કે આ ફોટો કે વિડિયો કોઈની પરવાનગી વગર શેર કરવો એ ગુનો છે. જો તમે આવું કરશો તો તમારે જેલમાં જવું પડી શકે છે. આ સાથે ગૂગલ પર રેપ પીડિતાનું નામ, ઓળખ અને સરનામું જાહેર કરવું પણ ગુનાની શ્રેણીમાં આવે છે.