ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે TRAI દ્વારા મોબાઈલ નંબર પોર્ટ માટે એક નવો નિયમ લાગુ કરવામાં આવી રહ્યો છે, જે 1 જૂલાઈથી દેશભરમાં લાગુ કરવામાં આવશે. 14મી માર્ચે આ અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. મોબાઈલ નંબર પોર્ટ માટે 9મી વખત સુધારો કરવામાં આવ્યો છે, જે મુજબ હવે યુઝર્સને મોબાઈલ નંબર પોર્ટ માટે 7 દિવસ રાહ જોવી પડશે.


નવો નિયમ કેમ લાગુ કરવામાં આવ્યો


મોબાઈલ ફોન નંબર પર આધારિત છેતરપિંડી રોકવા માટે ટ્રાઈએ નવો નિયમ લાગુ કર્યો છે. સિમ કાર્ડ સ્વેપિંગની ઘટનાઓને ધ્યાનમાં રાખીને ટ્રાઈ દ્વારા નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.


નવો નિયમ કેવી રીતે કામ કરશે?


TRAI એ 7 દિવસની અંદર મોબાઈલ નંબર પોર્ટ માટે રિક્વેસ્ટ રિજેક્ટ કરવાનો વિકલ્પ આપ્યો છે. આ કારણોસર, યુનિક પોર્ટિંગ કોડ એટલે કે UPC જાહેર કરવામાં વિલંબ થાય છે. નવા નિયમ હેઠળ જો યુપીસી કોડ સિમ કાર્ડ સ્વેપિંગ અને સિમ બદલવાના 7 દિવસની અંદર મોકલવામાં આવશે નહીં. આનો અર્થ એ છે કે હવે કોઈ પણ તમારા સિમ કાર્ડને તાત્કાલિક જાહેર કરીને તેનો દુરુપયોગ કરી શકશે નહીં. આનો અર્થ એ છે કે કોઈ નકલી નવું સિમ આપીને તેનો દુરુપયોગ કરી શકશે નહીં.                                                                               


મોબાઇલ નંબર પોર્ટિંગ શું છે?


મોબાઇલ નંબર પોર્ટેબિલિટી એટલે કે MNP એ ટેલિકોમ સેવા પ્રદાતા દ્વારા ઓફર કરવામાં આવતી સેવા છે, જે તેના યુઝર્સને અન્ય ટેલિકોમ સેવામાં શિફ્ટ કરવાની મંજૂરી આપે છે. આ પ્રક્રિયામાં યુઝરે પોતાનો મોબાઈલ નંબર બદલવાની જરૂર નથી. જો તમે તમારા સર્વિસ પ્રોવાઇડરથી ખુશ નથી, તો તમે તમારો મોબાઈલ નંબર પોર્ટ કરી શકો છો.